દેશભરનાં પ્રખર વિદ્ધાનો રાજકોટનાં આંગણે કરશે ચર્ચા-વિચારણા: માત્ર 21 વર્ષનાં જૈન મહાત્મા ભકિતયશવિજયજીએ 90 હજાર શ્લોક ધરાવતો ગ્રંથ માત્ર ત્રણ વર્ષમાં રચ્યો
સદીઓથી ભારતીય શાસ્ત્રો મનુષ્ય જગતને વિશ્ર્વનાં ગૂઢ રહસ્યોને ઉકેલવા માટે ભાથુ પુરુ પાડી રહ્યો છે. આજ પ્રકારનું એક ગહન શાસ્ત્ર તર્કશાસ્ત્ર છે. તર્કશાસ્ત્રનાં જ્ઞાન વડે કેટલાય વણ ઉકેલાયેલા કોપડાઓને ઉકેલવામાં સફળતા મળી શકે છે. આવા જ ગૂઢાર્થતત્વાલોક ગ્ંરથનો જ્ઞાનાભ્યાસ કરી વિવેચન કર્યું.
18મી સદીનાં વિદ્ધાન સર્વતંત્ર સ્વતંત્ર પંડિત ધર્મદત ઝા જેઓ બચ્ચા ઝા ના નામે પ્રખ્યાત હતા તેમણે 41 પાનાનો 900 શ્લોક ધરાવતો આ ગ્રંથ લખ્યો હતો. નામ પ્રમાણે જ આ ગ્રંથ એટલો ગૂઢ છે કે તેને ઉકેલવામાં આટલા વર્ષોથી મહાન વિદ્ધાનો પણ અસમર્થ રહ્યા હતા. એવું કહેવાતું હતું કે, કોઈ વ્યકિત હજારો દોરાની ગાંઠ ઉકેલી શકે પણ આ ગ્રંથમાં અપાયેલા શ્લોકનો અર્થ કે વિવરણ કરી શકે તે અસંભવ છે. ભારત સરકાર તરફથી આ પહેલા આ ગ્રંથને સમજવા માટે લાખો રૂપિયાનાં ખર્ચે વિવિધ વર્કશોપ ગોઠવવામાં આવ્યા હતા પરંતુ તેને સમજવામાં ધારી સફળતા મળતી નહોતી.
પરંતુ ચાર વર્ષ પહેલા રાજકોટ બિરાજતા જૈન આચાર્ય ભગવંત યશોવિજયસુરીશ્વરજીનાં યુવા શિષ્ય ભકિતયશવિજયજીએ પોતાનાં જ્ઞાનાભ્યાસ માટે આસાન ગ્રંથને બદલે સૌથી વધુ જટીલ ગ્રંથ ઉપર પસંદગી ઉતારી. દૈવી કૃપા અને ગુરુવર્યના આશીર્વાદ તેમને પ્રારંભિક સફળતા મળતી ગઈ અને જોતજોતામાં 900 શ્લોકનું વિવેચન 90,000 શ્લોકમાં થયું એટલે કે 28,800 અક્ષરોને 28,80,000 શબ્દોમાં ઢાળવામાં આવ્યા. માત્ર 41 પાનાના પુસ્તકમાંથી 4500 પાનાનો 14 ભાગમાં વહેંચાયેલો ગ્રંથ તૈયાર થયો. આ નવા વિવેચન ગ્રંથને ભકિતયશવિજયજીએ પોતાના ગુરુ યશોવિજયસૂરીશ્વરજીનાં નામ પરથી યશોલતા નામ આપ્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂજયપાદ સુવિશાળ ગચ્છાધીપતી જયઘોષસૂરીશ્વરજી મહારાજા, પૂજયપાદ સંઘ શાસન કૌશલ્યાધાર આચાર્ય જયસુંદરસુરીશ્ર્વરજી મહારાજ, પૂજયપાદ તાર્કિક શિરોમણી શ્રમણીગણનાયક આચાર્ય અભયશેખરસુરીશ્ર્વરજી મહારાજા અને અન્ય અનેક સંતો મહાનુભાવોએ યશોલતા ગ્રંથનાં રચયિતા ભકિતયશસુરીશ્વરજીને આ માટે અભિનંદન પાઠવ્યા હતા.
આ અંગે વિગતો આપતા આ.ભ.પ.પુ.યશોવિજયસુરીશ્ર્વરજીએ જણાવ્યું હતું કે, આવા આ મહાન ગ્રંથ પર ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જાગનાથ શ્ર્વે.મૂ.જૈન સંઘ, દિવ્યદર્શન ટ્રસ્ટ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સહયોગથી 14 દિવસીય વર્કશોપ આગામી 16 જુનથી 29 જુન દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાશે. આ વર્કશોપમાં ભારતભરમાંથી અનેક વિદ્ધાન પંડિતો, પ્રોફેસરો ભાગ લેવા આવી રહ્યાં છે. જેમાં કાશીનાં મહામહોપાધ્યાય, રાષ્ટ્રપતિ સન્માનિત વશિષ્ઠ ત્રિપાઠીજી, સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્ર્વ વિદ્યાલય, કુલપતિ રાજારામ શુકલજી, નાગપુરનાં કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત વિશ્વ વિદ્યાલયનાં કુલપતિ, શ્રીનિવાસ વરખેડીજી, તિરૂપતીની રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, ફેકલ્ટી ઓફ દર્શન, ડીન કે.ઈ.દેવનાથન, ઉતરાખંડ સંસ્કૃત વિશ્વ વિદ્યાલયનાં પૂર્વ કુલપતિ પ્રો.પીયુષકાંત દીક્ષિતજી જેવા ભારતનાં દિગ્ગજ વિદ્ધાનો ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે આ પ્રકારનાં વર્કશોપ ભારત સરકાર દ્વારા માત્ર દિલ્હી કે લખનૌમાં જ યોજાતા હોય છે પરંતુ આ ગ્રંથના રચયિતા હાલ રાજકોટમાં જ બિરાજતા હોવાનાં કારણે વર્કશોપ દરમિયાન કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો માર્ગદર્શન મેળવી શકાય તે હેતુસર પ્રથમ વખત આવો વર્કશોપ મુખ્ય સેન્ટર સિવાય આ રીતે અન્ય કોઈ શહેર એટલે કે રાજકોટમાં યોજાઈ રહ્યો છે. સમગ્ર વર્કશોપનાં સ્વપ્નદ્રષ્ટા ભારતીય દાર્શનિક અનુસંધાને પરિષદનાં પૂર્વ ચેરમેન એચ.આર.ભટ્ટ છે. જેમનાં અથાગ પ્રયત્નોથી આ વર્કશોપ સંભવી શકયો છે. ભારત વર્ષનાં આટલા બધા દિગ્ગજ વિદ્ધાનો પહેલી જ વાર એક વર્કશોપમાં સંમિલિત થઈ રહ્યા છે. આ વર્કશોપ તારીખ 16 જુનથી 29 જુન સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં યુજીસી એચઆરડીસી ભવનમાં પ્રવર્તશે. વર્કશોપનો પ્રારંભ 16 જુનનાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી ભવનનાં વ્યાસ હોલમાં સવારે 10:00 કલાકે કુલપતિ નીતીનભાઈ પેથાણી, ઉપકુલપતિ વિજયભાઈ દેસાણી, સિન્ડીકેટ સભ્ય મેહુલભાઈ રૂપાણી, કલાધરભાઈ આર્ય, સંઘ કાર્યકર જયંતીભાઈ ભાડેસીયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે.
આ ગ્રંથના રચયિતા ભકિતયશવિજયજીએ પોતાનાં આ ગ્રંથનો શ્રેય આપતા જણાવ્યું હતું કે, આ સંપૂર્ણ ગ્રંથ રચના પાછળ મહત્વપૂર્ણ કારણ હોય તો તે પૂ.ગુરુદેવ યશોવિજયસુરીશ્વરજી મહારાજ છે. આપણા પ્રાચીન વારસા પ્રત્યે જાગૃત બની આવા કાર્યોનું મહત્વ સમજી એ અને તેના દ્વારા જ્ઞાન ક્ષેત્ર ક્રાંતિ લાવીએ તેની તાતી જરૂરીયાત છે. ઉલ્લેખનીય છે કે, વર્કશોપનાં પ્રારંભ બાદ લાગ-લગાટ 14 દિવસ સુધી ભારતભરમાંથી પધારેલ વિવિધ યુનિવર્સિટીનાં પ્રોફેસરો આ ગ્રંથનો અભ્યાસ કરશે. વર્કશોપનાં અંતિમ દિવસે બે કાર્યક્રમો યોજાશે. જેમાં સવારે એક દિવસીય વર્કશોપનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં આંગણે અને જાહેર જનતાને પણ આ લાભ મળી શકે તે માટે શ્રી રામકૃષ્ણ આશ્રમનાં મેડિકલ સેન્ટરનાં પ્રાંગણમાં આવેલા વિવેક હોલમાં વિશિષ્ઠ સમાપન સમારોહનું સંસ્કૃત મહોત્સવરૂપે આયોજન તારીખ 29/6/2019નાં સાંજે 4 થી 6 સુધી કરવામાં આવ્યું છે. ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન, સંસ્કૃત ભારતી, ભારતીય શિક્ષણ મંડળ, શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ, દિવ્ય દર્શન ટ્રસ્ટ અને શ્રી જાગનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘનાં સંયુકત ઉપક્રમે આ વર્કશોપનો સમાપન કાર્યક્રમ યોજાશે.
આ વર્કશોપની વ્યવસ્થાની તડામાર તૈયારીઓમાં જાગનાથ જૈન સંઘની સાથે સાથે સર્વે જૈન યુવાનો અલગ અલગ કમિટીઓમાં જેવી કે સ્વાગત સમિતિ, સ્ટેજ સમિતિ, ભોજન કમિટી અને ગુરુદેવનાં ચૌદ દિવસ યુનિવર્સિટી સંઘથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એચઆરડીસી ભવન સુધી જવાની જવાબદારી વિહાર સેવા સમિતિએ સંભાળી છે. તેમજ જાગનાથ જૈન સંઘ, માંડવી ચોક, જૈન સંઘ, પ્રહલાદ પ્લોટ જૈન સંઘ, પારસધામ જૈન સંઘ, ગાંધીગ્રામ જૈન સંઘ, વૈશાલીનગર જૈન સંઘ, વિવિધ જૈન શ્રેષ્ઠીઓ તથા જૈન જૈનેતર સમાજનાં