બ્લડ ગ્રુપની જાણકારી આપનાર વૈજ્ઞાનિક કાર્લ લેન્સટેનરના જન્મ દિવસે ઉજવાય છે વર્લ્ડ બ્લડ ડોનર ડે
રકતદાન મહાદાન તેવી ખેવના સાથે રકતદાતા જાગૃતિ દિવસ નીમીતે આજે વિશ્ર્વ રકતદાતા દિવસ છે. રકતદાન પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આ દિવસને મનાવવામાં આવે છે. વિશ્વ રકતદાતાના દિવસ કાર્લ લેન્સટેનરના જન્મ દિવસ ઉપરથી 14 જુનના દિવસે ઉજવવામાં આવે છે કારણ કે આ વૈજ્ઞાનિક એ બ્લડ ગ્રુપનું સંશોધન કર્યુ હતું જેથી તેમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. લોકોએ બ્લડ ડોનેશનની પ્રોસેસ ને સમજીએ તો બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા માટે એક કલાકથી પણ ઓછો સમય થાય છે. અને શરીરમાંથી બ્લડ કાઢવાની પ્રોસેસ માત્ર 8 થી 10 મીનીટમાં પૂરી થાય છે. બ્લડ ડોનેટ કરવા માટે ઘણી બધી જગ્યાઓએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે. જેમાં સ્કુલ, કોલેજ સ્વૈચ્છીક સંસ્થાઓમાં બ્લડ ડોનેશન કરી શકાય છે.
બ્લડ ડોનર ડે અને જન્મદિવસ સાથે હોય દર વર્ષે અચુક રકતદાન કરતા પલ્લવ વાડેશા
અબતક સાથેની વાતચીતમાં પલ્લવ વાડેશા કે જે બ્લડ ડોનર ડે ના દિવસે રકતદાન કરવા આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આજરોજ વર્લ્ડ બ્લડ ડોનર ડે ના દિવસે તેમનો જન્મદિવસ છે અને જેથી દર 14 જુનના દિવસે તે રકતદાન કરે જ છે અને રકતદાન કરવા માટે લોકોમાં જાગૃતિ હોવી જોઇએ. અને રકતદાન કરવું જરુરી છે. કેમ કે આનાથી બીજા લોકો જીવી બચી શકે છે.
રકતદાન કરવાથી શરીર ફુલાવું, વજન ઘટવું, ચેપ લાગવો જેવી કોઇ શકયતા રહેતી નથી: ડો. વર્ષા
અબતક સાથેની વાતચીતમાં ડો. વર્ષા કે જે બ્લડ ટ્રાન્ફીઝર ઓફીસર તરીકે વર્ક કરે છે તેમણે જણાવ્યું હતું કે આ બ્લડ બેંક છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે. સાયન્ટીસ કારલેઇન્સ સેનરે તેમના પરથી એ,બી,ઓ. બ્લડ ગ્રુપએ આઇડેન્ટીફાયર કર્યુ છે. અને અને આ ગ્રુપની જેમણે જાણકારી આપી છે તે વૈજ્ઞાનિક કાર્લ લેન્સટેનર એમના બર્થ ડેટ ઉપરથી આજે 14 જુનના વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવે છે. અને 18 વર્ષ થી 6પ વર્ષની કોઇપણ જે સ્વસ્થ અને તંદુરસ્ત હોય તે વ્યકિત રકત દાન કરી શકે છે. કોઇપણ વ્યકિત કે પુરુષ એ દર ત્રણ મહીને અને મહીલા દર 4 મહીને રકતદાન કરી શકે છે. અને જો કોઇ બીમારી ન હોય તો તે વર્ષમાં પુરુષો 4 વખત અને સ્ત્રીઓ 3 વખત રકતદાન કરી શકે છે. જો વાત કરીએ તો રકત એ કોઇ ફેકટરીમાં બનાવવામાં આવતું નથી. જેથી કોઇ વ્યકિત બ્લડ આપશે તો અમો કોઇ બીજી વ્યકિતને બ્લડ આપી શકીશું. કારણ કે રકત એ કયુમન પ્રોડકટ છે. હજુ સુધી બનાવટી વસ્તુ નથી અને કોઇ બનાવી નથી શકયું જો કોઇ રકતદાતા રકતદાન કરશે તો ભવિષ્યમાં કોઇ વ્યકિતને જરુર પડશે તો તેમને સમય સર આ રકત પહોચાડી શકીશું. રકત આપવાથી શરીર ફુલાવવું કોઇ શરીરમાં નુકશાન થવું તે ખોટી માન્યતા છે. રકત આપવા માટે માત્ર નાનકડી સોપ હોય છે અને તેનો દુખાવો એ કીડી ચટકો ભરે એટલો નજીવો હોય છે. આ દુખાવો કોઇપણ વ્યકિત સહન કરી શકે છે. અને શરીર ફુલાવું, વજન ઘટવું, અને ચેપ લાગવાની જેવી કોઇ શકયતા રહેલી નથી કારણ કે કોઇપણ વ્યકિત બ્લડ ડોનેટ કરે તે ફરીથી તેમની લીડ બીજીવાર એ લીડનો ઉપયોગ કરવામાં નથી આવતો એટલે કોઇ પણ જાતની શકયતા છે જ નહી રકતદાન કરતા હોય તેમનું હિરોગ્લોબીન 12.5 ટકા હોવું જોઇએ. અને વજન 45 કિલો કરતા વધારે હોવો જોઇએ. અને બીજી કોઇ શરીરમાં બીમારી ન હોવી જોઇએ અને એક વર્ષની અંદર કોઇ ઓપરેશન કે હોસ્પિટલમાં દાખલ થવું પડયું હોય તેવું કોઇ ન હોય તો જ રકતદાન કરી શકો છો. 4 બ્લડ ગ્રુપ હોય એબી, એબી+, ઓ પોસીઝીટ, અને ઓ નેગેટીવ હોય છે. ઓ ગ્રુપ વાળી વ્યકિતએ યુનિવર્સલ ડોનર ગણવામાં આવે છે. એટલે કે વ્યકિતનું રકત કોઇ પણ વ્યકિતને અપાવી શકાય છે. આજના વર્લ્ડ ડોનર ડે ના દિવસે ડો. વર્ષા બધા જ ને સંદેશો આપવા માંગું છું કે, તમારાથી બને એટલું વધારે રકતદાન કરો અને આસપાસમાં જણાવું કે રકતદાન કરવું એ એક સારી બાબત છે. અને જરુર જણાતા આપણા પરીવાર કે બીજા જરુરીયાત મંદ લોકોને આ રકત આપી શકાશે.
દરેક લોકોને અવશ્ય રકતદાન કરવાનું સુચવતા કે.ડી. નાથાણી
નાથાણી વોલન્ટરી બ્લડ બેંકની કે.ડી. નાથાણી એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓ મેનેજીંગ ટ્રસ્ટી અને ટેકનીસીયન તરીકેની સેવા આપે છે. વર્લ્ડ બ્લડ ડોનર ડેમાં દુનિયાના તમામ બ્લડ બેંકોમાં બ્લડ ડોનેટ કરવામાં આવે છે. વોલેન્ટરી બ્લડ બેંક દરેક શહેરોમાં પોતાના કેમ્પ કરે છે અને બ્લડ બેંકની અંદર પણ સ્વૈચ્છીક રકતદાતાઓ બ્લડ ડોનેટ કરી બીજા દર્દીઓ માટે બ્લડ એકત્રીત ક્રે છે. બ્લડ જે વ્યકિત તંદુરસ્ત હોય અને 18 વર્ષથી વધારે ની ઉમર હોય અને મેડિકલી કીટ હોય તે દર ત્રણ મહિને બ્લડ ડોનેટ કરી શકે છે. દરેક વ્યંકિત જે ગર્વમેન્ટ દ્વારા જે મેડીકલ ફીટનેશના ક્રાઈટ એરિયા નકકી કર્યા છે. જેના ઉંમર 18 વર્ષથી 65 વર્ષ વચ્ચે હોય વજન 45 કિલોથી વધુ હોય છેલ્લા છ મહિનામાં મેજર કે માઈનોર ઓપરેશન ન થયું હોય કે ગંભીર બીમારી ન હોય જેવી કે એચ.આઈ.વી. કમળો બી, કમળો સી, મેલેરીયા, ટાઈફોઈડ વગેરે તાવ કે નહોય તેવી વ્યકિતઓ રકતદાન કરી શકે છે. અબતકને સંદેશ આપતા જણાવ્યું હતુકે લોકોએ પોતાની નજીકની બ્લડ બેંકમાં જઈને રકતદાન કરવું જોઈએ તેથી જરૂરીયાત મંદ લોકો બ્લડ ઉપયોગી થઈ શકે રકતદાન કર્યા પછી તેના બધા અલગ અલગ પાર્ટ લેવામાં આવે છે. તેના રકતકણ, પ્લાઝમા, પ્લેટલેટ, એમ જુદા જુદા કણ છૂટા પાડવામાં આવે છે. રકતનું આયુષ્ય 2 થી 6 ડીગ્રીમાં 42 દિવસ હોય છે. પ્લાઝમા માઈનસ 30 ડિગ્રીમાં 1 વર્ષ માટે અને પ્લેટ લેટ 22 ડિગ્રી એ 5 દિવસ સાચવી શકાય છે.
વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે દર વર્ષે રકતદાન કેમ્પનું આયોજન: ડો. ગૌરવી ધ્રુવ
અબતક સાથેની વાતચીત દરમિયાન પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડિન ડો. ગૌરવી ધ્રુવએ જણાવ્યુંં હતુ કે 14 જૂનના વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ડબલ્યુએચઓ દ્વારા ઉજવવામાં આવે છે. જેમણે બ્લહ ગ્રુપની શોધ કાર્લ ડેન્ડસ્ટેનર એમના જન્મદિવસની યાદ રૂપે મનાવવામાં આવે છે. રકતદાન એ મહાદાન છે. કોલેજના વિદ્યાર્થીઓમાં અત્યારથી જ બ્લડ ડોનેટ કરવાની આદત પડે. તેમનામાં અવેરનેશ આવે તથા બ્લડ ડોનેશનની પ્રવૃત્તિ જીંદગીભર કરે તે માટેના પ્રયાસ રૂપે દર વખતે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. એક બોટલ રકત ત્રણ લોકોની જીદંગી બચાવી શકે છે અને જરૂરીયાતમંદને મદદરૂપ થઈ શકીએ.
પીડીયુ મેડિકલ કોલેજમાં યોજાયો રકતદાન કેમ્પ
વિશ્વ રકતદાતા દિવસ નિમિતે આજે પીડીયુ મેડિકલ કોલેજ અને ઈન્ડિયન મેડિકલ એસોસીએશનનાં સંયુકત ઉપક્રમે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કર્યું હતું. અબતક સાથેની વાતચીત દરમિયાન ડો.મનિષ મહેતાએ જણાવ્યું હતું કે, આજે વર્લ્ડ ડોનર ડે છે ત્યારે પીડીયુ મેડિકલ કોલેજ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનનાં સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ બધાએ આપવું જ જોઈએ જેથી જરૂરીયાતમંદ લોકોને ઉપયોગમાં આવી શકે. રકત એ કોઈ ફેકટરીમાં નથી બનતું એ મનુષ્ય જ બીજા મનુષ્યને આપી શકે છે. એક બોટલ રકત લઈ 3 જિંદગી બચાવી શકાય છે. અબતક સાથેની વાતચીતમાં ડો.દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે છે ત્યારે હું પીડીયુ મેડિકલ કોલેજમાં બ્લડ ડોનેટ કરવા આવ્યા છીએ. બ્લડ બધાએ આપવું જ જોઈએ જેથી જરૂરીયાતમંદ લોકોને ઉપયોગમાં આવી શકે. એક બોટલ રકતથી આપણે 3 લોકોની જિંદગી બચાવી શકીએ છીએ.
એક રકતયુનિટ ત્રણ દર્દીઓની જીંદગી બચાવી શકે: ડો. મનીષ મહેતા
અબતક સાથેની વાતચીત દરમિયાન સીવીલ હોસ્પિટલના સુપ્રિડેન્ટ ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે પી.ડી.યુ. મેડીકલ કોલેજ રાજકોટ ઇન્ડીયન મેડીકલ એશો. રાજકોટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોલેજ ખાતે બહોળી સંખ્યામાં વિઘાર્થીઓ તથા આઇ.એમ.એ. ના સભ્યો ઉ5સ્થિત રહ્યા છે. આપણે દર ત્રણ મહિને રકતદાન કરી શકીએ. રકતદાન એ મહાદાન છે. એક બોટલમાં 300 સીસી બ્લડ લેવામાં આવે છે તે પણ ત્રણ દર્દીઓની જીંદગી બચાવી શકાય છે.
વિશ્ર્વમાં દર સેક્ધડે એક બોટલ લોહીની જરૂર પડે છે જે માત્ર લોકોના દાનથી જ મળે: ડો. અમિત હાપાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન ડો. અમિતભાઈ હાપાણીએ જણાવ્યું હતુ કે 14જૂનના વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે બ્લડ ડોનેટતો દરેક વ્યકિત જે સ્વસ્થ હોય તે કરી શકે છે. સમગ્ર વિશ્ર્વમાં દર સેક્ધડે એક બોટલ લોહીની જરૂર પડે છે જે લોકોના દાનથી જ મળે છે તે બની શકતું નથી જયારે આજે બ્લડ ડોનર ડે છે. ત્યારે હું સર્વે મિત્રો, લોકોને સમાજને અપિલ કરૂ છું કે રકતદાન કરવું અને કરાવવું દર ત્રણ મહિને સ્વસ્થ માણસ રકત આપી શકે? જેનું વજન 45 કિલોથી વધુ હોય સ્વસ્થ હોય તે લોહી આપી શકે છે. લોહીનું દાન એ શ્રેષ્ઠ દાન છે. હું આજ 21મી વખત રકતદાન કરૂ છું.