ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો ભલેને ટળ્યો હોય પરંતુ રાજકોટના ધોરાજી શહેરમાં તંત્ર અને પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલતા અહેવાલ સામે આવ્યા છે. વાત કરીએ ધોરાજી શહેરની તો વાયુ વાવાઝોડાના ખતરાને લઈને જિલ્લા કલેક્ટરે આપેલા આદેશો મુજબ તંત્રને સજ્જ તો કરવામાં આવ્યું હતું.હાલમાં તો વાવાઝોડાનો ખતરો ટળ્યો હોય પરંતુ ગતહ રાત્રીના રોજ વાયુ વાવાઝોડાની અસરને લઈને ધોરાજીમાં ખાબકેલા વરસાદે અનેક વિસ્તારમાં તંત્ર અને પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી હતી.ખૂદ ડેપ્યુટી કલેક્ટર કચેરીની સામે જ વરસાદના પાણી ભરાયા હતા અને જાહેર માર્ગ પર વરસાદના પાણી ફરી વળ્યાં હતાં.તો બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ જે લીગલી મોબાઇલ ટાવરો હોય કે અનલીગલી ટાવરો હોય તેને નોટીસ કે નિયમો અનુસાર સેફ્ટી નાં નિયમો નું પાલન કરવા મા આવ્યુ છે કે કેમ એક પ્રશ્ન છે મોબાઈલ ટાવરોની સાધન સામગ્રી પડવાની ઘટનાઓ બનવા પામી હતી.અનેક વિસ્તારમાં લગાવેલા હોર્ડિંગ બોર્ડ પણ જવાબદાર તંત્ર દ્વારા ઉતારવામાં આવતા હોર્ડિંગ બોર્ડ ભલે ઉતારી લેવા હોય પણ તેમ છતાં શહેરીજનો માટે ખતરો બન્યાં છે તેમ છતાં સરકારે વાવાઝોડાને લઈને દરેક સરકારી કર્મચારીઓની રજા કેન્સલ કરી છે.તેમ છતાં ગતહ તા.8 થી રજા ઉપર ગયેલ મામલતદાર પણ ફર્જ ઉપર હાજર થયેલ ન હોવાથી લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યાં હતાં.આ સાથે જો કદાચ વાવાઝોડાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું હોત તો ધોરાજી શહેરના શહેરીજનોની કેવી હાલત થાત એ પણ પ્રશ્ર્ન છે.?
Trending
- ઘોર કળિયુગ! જમવા મુદ્દે ઝઘડો કરી કપુતે પોતાની જ વૃદ્ધ માતાને ઉતારી મોતને ઘાટ
- નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને ₹138 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી
- #ઘટે નઈ કઈ : મલ્હાર-પૂજાની સંગીત સેરેમનીમાં ગુજરાતી કલાકારોનો જમાવડો
- વ્યવસ્થા અને પરિસ્થિતિ અંગેનું માર્ગદર્શન આપતા પોલીસવડા પ્રેમસુખ ડેલુની
- બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ચાર દેરાણી-જેઠાણીના કરૂણ મોત : 18 ઈજાગ્રસ્ત
- કોંગ્રેસ દ્વારા આઠ મહાપાલિકા અને 33 જિલ્લામાં બંધારણ આમુખનું વાંચન
- અમરેલી પાલિકાના પ્રમુખ સામે ભાજપના સભ્યોએ મૂકી અવિશ્ર્વાસની દરખાસ્ત
- રાજ્યના યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક સહાય આપતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)