jeeadv.ac.in પરથી પરિણામ જાણી શકાશે
આજે જેઈઇ એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થનાર છે. ષયયફમદ.ફભ.શક્ષ પરથી જેઈઇ એડવાન્સનું પરિણામ જાણી શકાશે. દેશની આઈઆઈટી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે જેઈઇ એડવાન્સની પરીક્ષા લેવામાં આવી હતી.
એનટીઈ અને આઈઆઈટી રૂરકીનાં ઉપક્રમે દેશભરમાં 23 આઈઆઈટીમાં પ્રવેશ માટે મે મહિનામાં દેશભરની 12,000થી વધુ બેઠકોમાંથી પરીક્ષા લેવામાં આવી હતી. સમગ્ર દેશભરમાંથી 1,80,000 કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ જેઈઈ એડવાન્સની પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતમાંથી 10,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને અમદાવાદમાંથી 2000 જેટલા વિદ્યાર્થીઓએ જેઈઈ એડવાન્સની પરીક્ષા આપી હતી. આજે આ તમામ વિદ્યાર્થીઓનાં ભાવીનો ફેંસલો થશે. જેઈઈ એડવાન્સની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન વેબસાઈટ પર જોઈ શકાશે.