શિખરનું મનોબળ મજબુત: વિશ્ર્વકપમાંથી હજી નથી થયો આઉટ

વિશ્વકપમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે જયારે મેચ રમાયો હતો ત્યારે ઓસ્ટ્રેલિયાનાં બોલર કુલ્ટર નાઈલનાં બોલનાં કારણે ધવનનાં અંગુઠામાં ઈજા થઈ હતી જેના કારણે ટીમમાં સંકટનાં વાદળો છવાયા હતા અને કોને રમાડવો તે પણ એક પ્રશ્ન ઉદભવિત થયો હતો પરંતુ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાતાં ધવનની અવેજીમાં ઋષભ પંતને રમાડવાનું ટીમ મેનેજમેન્ટે નકકી કર્યું હતું જે અન્વયે પંત ઈંગ્લેન્ડ જવા રવાના થશે.

જયારે બીજી તરફ શિખર ધવનનું મનોબળ મજબુત જોવા મળી રહ્યું છે અને તે હજુ પણ વિશ્વકપમાંથી આઉટ થયો નથી. જેથી જો તેની ઈજા ગંભીર બને તો જ પંતને ટીમમાં સ્થાન અપાશે.

હાલ શિખર ધવનનાં મજબુત મનોબળનાં કારણે ટીમ મેનેજમેન્ટમાં પણ ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે ત્યારે ધવને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, માત્ર સ્વાસ્થ્ય જ કોઈપણ મેચ રમવા માટે જરૂરી નથી પરંતુ તેની સાથે મજબુત મનોબળ હોવું પણ જરૂરી છે. પંત ગુરુવાર સવારનાં રોજ લંડન જવા રવાના થયો છે. જેથી તે ટીમ સાથે જલ્દી જોડાઈ શકે. ધવન ઈજાગ્રસ્ત થતાં તે 15 સભ્યની ભારતીય ટીમનો હિસ્સો રહેશે. સુત્રો અનુસાર ઋષભ પંતને સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે વહેલો મોકલવામાં આવે છે જેનાં કારણે તે સ્થાનિક પરિસ્થિતિથી અનુકુળ થઈ શકે. જો ધવન સમયસર ફિટ થઈ શકશે નહીં તો ભારતીય ટીમ મેનેજમેન્ટ પ્લેયર બદલાવવા માટે આઈસીસીને વિનંતી કરશે અને મંજુરી મળ્યા બાદ ઋષભને તાત્કાલિક ટીમમાં સામેલ કરશે પરંતુ હાલની સ્થિતિ જોતાં એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, ધવનનું મનોબળ મજબુત હોવાનાં કારણે તે થોડો આરામ કરી ટીમ સાથે જોડાશે અને ભારતીય ટીમને મજબુત પણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.