ઓસ્ટ્રેલિયાનાં 307 રન સામે પાકિસ્તાન 266માં ઓલ આઉટ: મેન ઓફ ધ મેચ વોર્નરનાં 107 રન
વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ખુબ જ રસપ્રદ સાબિત થયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે સદી નોંધાવતા 107 રન નોંધાવ્યા હતા જેને મેન ઓફ ધ મેચ તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સતત 9મી મેચમાં હરાવી વિશ્વકપનો 17મો મેચ 41 રને જીત્યો હતો.
વર્લ્ડકપની 17મી મેચમાં ટાઉન્ટનના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રને હરાવ્યું હતું. આ તેની પાકિસ્તાન સામે સતત 9મી જીત હતી. પાકિસ્તાન છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે 15 જાન્યુઆરી 2017ના રોજ જીત્યું હતું. 308 રનનો પીછો કરતા પાકિસ્તાને 45.4 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમના માટે ઓપનર ઇમામ ઉલ હકે 53 રન અને ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝે 46 રન કર્યા હતા. જોકે તે બંને સારી શરૂઆતનો લાભ ન ઉઠાવી શકતા વિકેટ ફેંકીને પેવેલિયન ભેગા થયા હતા. ત્યાર પછી પાકિસ્તાને 200 રનમાં 7 વિકેટ ગુમાવી હતી અને મેચની બહાર જણાતું હતું, ત્યારે વહાબ રિયાઝ અને સરફરાઝ અહેમદે 8મી વિકેટ માટે 64 રન ઉમેરતા મેચમાં જીવ રેડ્યો હતો. જોકે સ્ટાર્કે રિયાઝને 45 રને આઉટ કરીને પાકિસ્તાનને મેચમાંથી બહાર કરી દીધું હતું.
વર્લ્ડ કપની 17મી મેચમાં બુધવારે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને જીતવા 308 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં 307 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કાંગારુ તરફથી ડેવિડ વોર્નરે 107 અને કેપ્ટન એરોન ફિંચે 82 રન બનાવ્યાં. પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરે 5 વિકેટ અને શાહીન અફરીદીએ 2 વિકેટ ઝડપી. ડેવિડ વોર્નર સેન્ચુરી લગાવ્યાં બાદ આઉટ થયો. તેઓ ટીમમાં પરત ફર્યા બાદ પહેલી સેન્ચુરી ફટકારી. ગત વર્ષે માર્ચમાં બોલ ટેમ્પરિંગના વિવાદ બાદ તેના પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. જે બાદ તે વર્લ્ડ કપમાં જ સામેલ થયા હતા. વોર્નરે 36મી ઓવરમાં શાહીન અફરીદીના બોલમાં ચોગ્ગો લગાવીને સેન્ચુરી પૂરી કરી હતી.પાકિસ્તાન વિરૂદ્ધ વોર્નરની સતત ત્રીજી સેન્ચુરી: વોર્નરે પાકિસ્તાન વિરૂદ્ધ સતત ત્રીજી સેન્ચુરી ફટકારી છે. તેને 2017માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 130 અને એડિલેડમાં 179 રન બનાવ્યાં હતા. કેપ્ટન એરોન ફિંચે 84 બોલમાં 82 રન બનાવ્યા હતા. તેને વોર્નરની સાથે પહેલી વિકેટ માટે 146 રનની ભાગીદારી કરી હતી. ફિંચને મોહમ્મદ આમિરે આઉટ કર્યો. વોર્નરને શાહીન અફરીદીએ આઉટ કર્યો હતો.