રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે કે.એલ.રાહુલ
વિશ્વકપમાં ભારત આજે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. હાલ ભારત તેનાં બંને મેચોમાં જીત હાંસલ કરી છે ત્યારે આજે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે વિશ્ર્વકપમાં પોતાનો ત્રીજો મેચ રમશે. ઈજાગ્રસ્ત ઓપનર બેટસમેન શિખર ધવનની ગેરહાજરીમાં ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામે આકરી કસોટીમાંથી પસાર થવું પડશે જોકે સતત ખરાબ હવામાન તથા વરસાદની પરિસ્થિતિ બદલાય તો આજ સંભવિત બની શકે છે કે મેચ રદ થાય. ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા કમોસમી વરસાદનાં કારણે ભારત અને ન્યુઝીલેન્ડનાં મેચ ઉપર વરસાદનું સંકટ તોળાય રહ્યું છે અને ઓછી ઓવરની મેચ રમાડવામાં આવે તેવી પણ સંભાવના જોવાઈ રહી છે. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્ર્વકપમાં અત્યાર સુધીમાં કુલ 7 મુકાબલા રમાયા છે જેમાં ભારતીય ટીમે 3 અને ન્યુઝીલેન્ડે 4 મેચ જીતી છે. ઈંગ્લેન્ડની ધરતી પર બંને ટીમ વચ્ચે કુલ 3 મેચ રમાયા છે જેમાં ત્રણેય મેચોમાં ન્યુઝીલેન્ડ ટીમનો વિજય થયો છે. કુલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 106 મેચો રમાયા છે. જેમાં ભારતે 55 અને ન્યુઝીલેન્ડે 45 મેચ જીતી છે ત્યારે ભારતીય ટીમ ઉપર જે સંકટ આવ્યું છે કે શિખર ધવન ઈજાગ્રસ્ત થતાં તેનાં સ્થાન પર કોન ઓપનીંગ કરશે ? ત્યારે રોહિત શર્મા સાથે લોકેશ રાહુલનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે ત્યારે વરસાદી વાતાવરણમાં ન્યુઝીલેન્ડ પેસ બોલર ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે ત્યારે ધવનની ગેરહાજરીમાં રોહિત શર્મા સાથે લોકેશ રાહુલ ઈનીંગ્સનો પ્રારંભ કરાવવામાં આવે તેવા સંકેત પણ જોવા મળ્યા છે. આ સ્થિતિમાં સુકાની કોહલી અને કોચ રવિશાસ્ત્રી આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામેની ટીમનાં શાનદાર પ્રદર્શન કર્યું હોવા છતાં ટીમ મેનેજમેન્ટ દ્વારા ટીમમાં કોઈ ફેરફાર કરવાની ફરજ પડી છે.ધવન ડાબોડી હોવાથી ટીમને ડાબોડી બેટસમેનની ખોટ સાલશે પરંતુ લોકેશ રાહુલનું ટીમમાં સ્થાન મળવાથી તે કેટલું અસરકારક સાબિત થશે તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ પ્રશ્ન એ ઉદભવિત થયો છે કે શું ધવનની ખોટ રાહુલ સારસે કે કેમ ?