ર્ફોબ્સની યાદીમાં વિરાટનું નામ થયું જાહેર: ૨૫ મિલીયન ડોલરની આવક દર્શાવવામાં આવી
ર્ફોબ્સ-૨૦૧૯ની યાદી બહાર પડી ગઈ છે જેમાં વિશ્ર્વનાં ૧૦૦ એથ્લેટસમાં વિરાટ કોહલી એકમાત્ર ક્રિકેટર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. વાત કરવામાં આવે તો ર્ફોબસ દ્વારા એન્યુઅલ સ્પોર્ટસ રીચ લીસ્ટ નામનો અહેવાલ રજુ કર્યો હતો અને કહી શકાય કે વિશ્ર્વનાં ૧૦૦ એથ્લેટોની યાદી પણ બહાર પાડવામાં આવી હતી. જેમાં એકમાત્ર ક્રિકેટર તરીકે વિરાટ કોહલીનું નામ સામે આવ્યું છે.
પ્રતિ વર્ષ ૨૫ મિલીયન ડોલરની સેલેરી અને જાહેરાતની કંપનીઓ સાથેનાં કરાર કરવામાં આવ્યા છે. જયારે જાહેરાતમાંથી થતી આવકનાં જો આંકડા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો વિરાટને અંદાજે ૨૧ મિલીયન ડોલરની રકમ જાહેરાતમાંથી મળી રહી છે. એવી જ રીતે લીયોનેલ મેસી ૧૦૦ એથ્લેટમાંનો ધનાઢય માનવામાં આવે છે જેની વાર્ષિક આવક ૧૨૭ મિલીયન ડોલર કે જે સેલેરી અને એન્ડોર્સમેન્ટમાંથી મળી રહી છે. એવી જ રીતે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની પણ વાર્ષિક આવક ૧૦૯ મિલીયન ડોલર માનવામાં આવી રહી છે. જયારે બ્રાઝિલનાં ફુટબોલર નેઈમારની વાર્ષિક આવક ૧૦૫ મિલીયન ડોલર હોવાની પણ જાણ થઈ રહી છે. જયારે ર્ફોબ્સની યાદી બહાર પડી છે તેમાં હાઈએસ્ટ પેઈડ એથ્લેટસમાં અન્ય કોઈ ક્રિકેટર નહીં પરંતુ વિરાટ કોહલીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે જેનું એકમાત્ર કારણ તેની સેલેરી ઉપરાંત કંપનીઓ સાથે થયેલા કરારમાંથી થતી આવક પણ એક મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે ત્યારે ભારતીય ક્રિકેટ માટે આ એક ગૌરવની વાત કહી શકાય કે ર્ફોબ્સની યાદીમાં અન્ય કોઈ નહીં પરંતુ વિરાટનું નામ સામે આવ્યું.