વાવાઝોડા પહેલાની તૈયારી

  • રહેણાકની મજબૂતીની ખાતરી કરી લો. કોઈ સમારકામ કરવાની જરૂર પડે તો કરી લો.
  • ચેતવણી તેમજ સમાચારો પર સતત નજર રાખો.
  • રેડિયો સેટને ચકાસી લો, તેને ચાલુ હાલતમાં રાખો.
  • સ્થાનિક અધિકારીના સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરો.
  • ઢોર-ઢાખરને ખૂંટાથી છૂટા કરી રાખો.
  • માછીમારોને દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.
  • અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું.
  • આશ્રય લઈ શકાય તેવા ઊંચા સ્થળો ધ્યાનમાં રાખો.
  • સૂકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કિટ સાથે રાખો.
  • અગત્યના ટેલિફોન નંબર સાથે રાખો.

વાવાઝોડા દરમિયાન શું તકેદારી રાખવી?

  • જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.
  • રેડિયો પર સમાચાર સાંભળો અને સૂચનાનો અમલ કરો.
  • વાવાઝોડા સમયે ઘર બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
  • વાવાઝોડા દરમિયાન રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી કરવી નહીં.
  • વીજ પ્રવાહ અને ગેસ કનેક્શન બંધ કરી દેવા.
  • દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભળા નજીક ઉભા રહેવું નહીં.
  • માછીમારોએ પોતાની હોડીઓ સલામત સ્થળે રાખવી.
  • અગરીયાઓએ અગરો છોડીને સલામત સ્થળે આશ્રય લેવો.
  • અફવા ફેલાતી અટકાવો, આધારભૂત સૂચનોને અનુસરો.

વાવાઝોડા બાદ શું કરશો?

બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપાલીટી કંટ્રોલરૂમ અને તમામ અધિકારીઓની મદદ લેવી.

અસરગ્રસ્તોની મદદ કરવી, તેમને સલામત સ્થળે ખસેડવા.

જરૂર પડે તો તબીબી સારવાર તાત્કાલિક મળે તેવી વ્યવસ્થા કરવી.

ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓને અનુસરો. અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.