આજી ડેમને નર્મદાના નીરી ભરી દેવાના કામનો કરશે શુભારંભ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા શહેર અને જિલ્લા ભાજપના કાર્યકરોમાં અનેરો નગનાટ
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા શહેર અને જિલ્લા ભાજપના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજકોટની મુલાકાત અંગે આપી વિગતવાર માહિતી
આજી નદીના કાંઠે નર્મદા નીરનું પૂજન-આરતી કરાશે
રાજકોટની વર્ષો જૂની પાણીની સમસ્યાનો હલ કરવા માટે નર્મદાના મૈયાનું રાજકોટમાં આગમન ઈ રહ્યું છે. આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવા માટે ટેસ્ટીંગની કામગીરી આગામી એક-બે દિવસમાં શ‚ કરી દેવામાં આવશે. ત્યારે ભાજપ દ્વારા આગામી દિવસોમાં આજી નદીના કાંઠે નર્મદા મૈયાના નિરનું પુજન અને આરતી કરવામાં આવશે.
રોડ-શો સાથે ૧૦,૦૦૦ બાઈકની વિશાળ રેલી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ-શો સો ૨૯મી જૂનના રોજ સાંજે ૧૦,૦૦૦ બાઈકોની વિશાળ રેલી યોજાશે જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના યુવાનો જોડાશે. વડાપ્રધાન બન્યા બાદ પ્રમવાર રાજકોટ આવી રહેલા નરેન્દ્રભાઈને આવકારવા માટે યુવા ધનમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોડ-શોમાં ઠેર-ઠેર સેલ્ફી પોઈન્ટ પણ મુકવામાં આવશે.
વડાપ્રધાનના રોડ-શોનો રૂટ
આગામી ૨૯મી જૂનના રોજ રાજકોટની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૮ કિ.મી.નો ભવ્ય રોડ-શો કરશે. આજી ડેમી રોડ-શોનો પ્રારંભ શે જેનો ‚ટ ચુનારાવાડ ચોક, પારેવડી ચોક, ડિલકસ ચોક, હોસ્પીટલ ચોક, ચૌધરી હાઈસ્કુલ, બહુમાળી ચોક અને એરપોર્ટ સુધીનો રહેશે.
વડાપ્રધાન નર્મદા નીરના વધામણા કરશે ત્યારે આજી ડેમ અડધો ભરાયેલો હશે
આગામી ૨૯મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સૌી યોજના અંતર્ગત આજીડેમને નર્મદાના નીરી ભરી દેવાના ભગીર કાર્યનો મંગલ આરંભ કરાવાશે. તે પૂર્વે ૨૯ ફૂટની ઉંડાઈ ધરાવતો અને રાજકોટવાસીઓનો સૌી માનીતો આજી ડેમ અડધો અડધ ભરાયેલો હશે તેમ આજી ‘અબતક’ની મુલાકાત દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું.
વડાપ્રધાન પદે આ‚ઢ યા બાદ ત્રણ વર્ષના લાંબા અંતરાલ પછી નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૯મી જૂનના રોજ પ્રમવાર રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. ગુજરાતના પનોતા પૂત્ર અને દેશના વડાપ્રધાનને આવકારવા માટે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના કાર્યકરોમાં આસમાની ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. રાજકોટની વર્ષો જૂની પાણીની સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ કરવા આજી ડેમને નર્મદાના નીરી ભરી દેવાની સૌની યોજનાનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ આજી ડેમી એરપોર્ટ સુધીનો ૮ કિ.મી.નો ભવ્ય રોડ-શો યોજવામાં આવશે તેમ આજે ‘અબતક’ દૈનિકની શુભેચ્છા મુલાકાતે આવેલા શહેર અને જિલ્લા ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું.
સાંસદ મોહનભાઈ કુંડારીયા, મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને ભાનુબેન બાબરીયા, ડે.મેયર દર્શિતાબેન શાહ, ભાજપના આગેવાન નિતીનભાઈ ભારદ્વાજ, રાજુભાઈ ધ્રુવ, કશ્યપભાઈ શુકલ, ભીખાભાઈ વસોયા, ભાનુભાઈ મેતા, પુષ્કરભાઈ પટેલ, જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માકડ અને કિશોરભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, આગામી ૨૯મી જૂનના રોજ વડાપ્રધાન મોદી રાજકોટ આવી રહ્યાં છે. તેઓને આવકારવા માટે તડામાર તૈયારીઓ શ‚ કરી દેવામાં આવી છે. સાંજે ૪:૦૦ કલાકે એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન શે જયાં તેનું શાહી સ્વાગત કરવામાં આવશે. રેસકોર્સ ખાતે એક કાર્યક્રમમાં આશરે ૨૧,૦૦૦ દિવ્યાંગોને કીટ આપવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ અને તળાવોને નર્મદાના નીરી ભરી દેવાની ૧૫ હજાર કરોડની સૌની યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન બન્યા બાદ તેઓએ જામનગર, ભાવનગર અને કચ્છ ખાતે સૌની યોજનાનું લોકાર્પણ કર્યું છે. દરમિયાન આગામી ૨૯મી જૂનના રોજ તેઓ માત્ર રાજકોટ માટે જ ૫૦૦ કરોડની સૌની યોજનાનું લોકાર્પણ કરશે. આજી ડેમને નર્મદાના નીરી ભરી દેવાના કામનો શુભારંભ કરાશે. આ ભગીર કાર્યના સાક્ષી બનવા માટે રાજકોટ શહેર અને જિલ્લામાંી ૨ લાખી વધુ લોકો ઉમટી પડશે. નર્મદાનું નીર મચ્છુ-૧ ડેમમાં ઠાલવવામાં આવશે અને ત્યાંી પાઈપ લાઈન દ્વારા આજી ડેમ સુધી પહોંચાડવામાં આવશે. આજીને નર્મદાી ભરી દેવા માટે પાણી ઠલાવવાનું આગામી ૧ સપ્તાહમાં શ‚ ઈ જશે. જયારે વડાપ્રધાન આજી ડેમમાં નર્મદાના નિરના વધામણા કરશે ત્યારે આજી અડધો ભરાઈ ગયો હશે.
મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, આજી ડેમ નર્મદાના નીરી ભરાતાની સો જ રાજકોટની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. ૧ ઝોનમાંી બીજા ઝોનમાં પાણી ટ્રાન્સફર કરવા માટે રાજકોટમાં એકસપ્રેસ ફીડર લાઈન બીછાવવામાં આવી છે. જેનાી આજીનું પાણી શહેરના ગમે તે ખુણે લઈ જઈ શકાશે. આજી ડેમ ખાતે નર્મદા મૈયાના વધામણા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૮ કિ.મી.નો ભવ્ય રોડ શો કરશે. રોડ શો આજી ડેમી ચુનારાવાડ ચોક, પારેવડી ચોક, ડીલકસ ચોક, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કુલ, બહુમાળી ભવન ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાંી એરપોર્ટ સુધી ૮ કિ.મી.નો રહેશે જેમાં અલગ અલગ સ્વાગત પોઈન્ટ, સાધુ-સંતો દ્વારા આર્શિવાદ, સામાજીક સંસઓ દ્વારા સ્વાગત સહિતના કાર્યક્રમો રાખવામાં આવશે.
હાલ યુવાધનમાં સેલ્ફીનો ક્રેઝ જોવા મળી રહયો છે ત્યારે વડાપ્રધાનનું મોટુ કટઆઉટ સેલ્ફી માટે રાખવામાં આવશે. શહેરભરમાં વડાપ્રધાનને આવકારતા બેનરો અને કટીંગ લાગશે. રાજકોટમાં ૨૯મીએ દિવાળી, જન્માષ્ટમી અને નવરાત્રી જેવો માહોલ ઉભો કરવામાં આવશે. આજી ડેમ ખાતે ત્રણ દિવસ હસાયરો, લોકડાયરો, લેસર શો જેવા કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન મોદી સ્વચ્છતાના ભારે આગ્રહી હોય. ૨૦ અને ૨૧ જૂનના રોજસ્વચ્છતાના કાર્યક્રમો યોજાશે જેમાં ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવશે. નર્મદા મૈયાના વધામણા માટે શહેરમાં પાંચ લાખી વધુ પત્રીકાઓનું વિતરણ કરવામાં આવશે. આજી, નર્મદા અને નરેન્દ્ર મોદીને જોડીને એક સ્લોગન સ્પર્ધા યોજાશે જેમાં પ્રમ પાંચ વિજેતાઓને ઈનામ આપવામાં આવશે. વડાપ્રધાનના રોડ શો દરમિયાન ૧૦ હજાર બાઈક સોની એક વિશાળ રેલી યોજાશે.
તેઓએ ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ પોતાની રાજકીય કારકિર્દીની શ‚આત રાજકોટી કરી હતી અને દેશના તેઓ બીજા એવા વડાપ્રધાન છે જે રાજકોટ આવી રહ્યાં છે. ત્યારે તેઓએ આવકારવા લાખો લોકોમાં સ્વયંભૂ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી એવું ઈચ્છી રહ્યાં છે કે, વડાપ્રધાનની રાજકોટની મુલાકાત અવિસ્મરણીય બની રહે તેવું ધમાકેદાર આયોજન કરવામાં આવે. આગામી દિવસોમાં અલગ અલગ કમીટીઓની રચના પણ કરવામાં આવશે.