રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર-સોમના અને જૂનાગઢ જિલ્લામાં અનેકસ્થળો સવારી ધીમીધારે વરસાદ: રાજકોટમાં ભારે મેઘાડંબર: એક ઇંચ ખાબક્યો
સૌરાષ્ટ્રમાં અનેક સ્ળોએ વાવણી લાયક વરસાદ: નદીઓમાં પુર આવ્યા: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ કૃપા વરસાવી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મોન્સુન કરન્ટ પકડાઈ ગયો છે. છેલ્લા એક સપ્તાહી સૌરાષ્ટ્રમાં છુટાછવાયેલા વિસ્તારમાં પ્રિ-મોન્સુન એકટીવીટીની અસરતળે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે સવારે ભારે મેઘાડંબર વચ્ચે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યાં છે. આજ સાંજ સુધીમાં સૌરાષ્ટ્રમાં સત્તાવાર રીતે નૈઋત્યનું ચોમાસુ બેસી જાય તેવી શકયતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. અનેક સ્ળોએ વાવણીલાયક વરસાદ વરસી જતા જગતાત વાવણી કાર્યમાં જોતરાઈ ગયો છે.
પ્રિ-મોન્સુન એકટીવીટીની અસરતળે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહી વરસાદ વરસી રહ્યો છે. દિન-પ્રતિદિન મેઘરાજાનું જોર વધી રહ્યું છે. ગઈકાલે શુક્રવારે સૌરાષ્ટ્રમાં ઝાપટાી લઈ અનરાધાર પાંચ ઈંચ સુધી વરસાદ વરસી જતા અનેક વિસ્તારોમાં વાવણી કાર્ય શ‚ ઈ ગયું છે. આજે સવારી સૌરાષ્ટ્રભરમાં મોન્સુન કરન્ટ પકડાઈ ગયો છે. રાજકોટમાં ભારે મેઘાડંબર છવાયું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામ્યો હોય. આજે મેઘરાજા મનમુકીને વરસે તેવી આશા બંધાઈ છે. આજે સવારી જ રાજકોટ ઉપરાંત ભાવનગર, સોમના, અમરેલી સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
સવારે ૬ ી ૮ એમ બે કલાકના સમયગાળામાં ભાવનગરના તળાજામાં અનરાધાર દોઢ ઈંચ અને મહુવામાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. તો રાજકોટમાં આ લખાઈ રહ્યું છે ત્યારે ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે.
આજે સવારે ૮ કલાકે પુરા તા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૨૮ મી.મી., જેતપુરમાં ૧૪ મી.મી., અમરેલી જિલ્લાના અમરેલી શહેરમાં ૧૭ મી.મી., જાફરાબાદમાં ૩૦ મી.મી., ખાંભામાં ૪૭ મી.મી., વડીયામાં ૩૩ મી.મી., સાવરકુંડલામાં ૨૧ મી.મી., જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ શહેર તા ગ્રામ્ય વિસ્તારમાં ૨૭ મી.મી., વંલીમાં ૧૪ મી.મી., માંગરોળમાં ૧૦ મી.મી., માણાવદરમાં ૭ મી.મી., સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ૪૩ મી.મી., દસાડા પાટડીમાં ૪૩ મી.મી., લખતરમાં ૪૦ મી.મી., ચુડા અને સાયલામાં ૮ મી.મી., દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ૧૦ મી.મી., જામનગર જિલ્લાના જામજોધપુરમાં ૧૭ મી.મી. અને લાલપુરમાં ૨ મી.મી. વરસાદ પડયો હતો.
આજે સવારી ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ અનરાધાર હેત વરસાવવાનું શ‚ કર્યું છે. સવારે ૬ ી ૮ સુધીના સમયગાળામાં તળાજામાં ૩૮ મી.મી., મહુવામાં ૨૦ મી.મી., ઉમરાળામાં ૧૦ મી.મી., પાલીતાણામાં ૫ મી.મી. અને વલ્લભીપુરમાં ૨ મી.મી. વરસાદ પડયો હતો. જયારે ગીર સોમના જિલ્લામાં વેરાવળ અને સુત્રાપાડામાં પણ સવારી વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં પણ ધીમીધારે વરસાદ ચાલુ છે. વાતાવરણ એકરસ હોય આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જોતા એવું લાગી રહ્યું છે કે આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા અનરાધાર કૃપા વરસાવશે.
સૌરાષ્ટ્રમાં આજે નૈઋત્યનું ચોમાસુ વિધિવત બેશે તેવી સંભાવના
પ્રિ-મોન્સુન એકટીવીટીની અસરતળે છેલ્લા આઠ દિવસી સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જોરદાર મોન્સુન કરન્ટ પકડાયો છે અને મોટાભાગના વિસ્તારમાં આજે નોંધપાત્ર વરસાદ વરસે તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રમાં વિધિવત રીતે નૈઋત્યનું ચોમાસુ બેસી જાય તેવી સંભાવના પણ રહેલી છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં ૧૫મી જૂન આસપાસ ચોમાસુ બેસતુ હોય છે. પરંતુ આ વખતે પાંચ દિવસ અગાઉ ચોમાસુ બેસી જશે. આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસશે અને વરસાદની માત્રા પણ વધુ રહેશે. આજે રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના અમુક વિસ્તારોમાં ૫ ઈંચ કે તેી વધુ વરસાદ વરશે તેવી પણ મંગળ આગાહી આપવામાં આવી છે. સવારી સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે.