અમદાવાદ ખાતે કેમ્પ યોજાશે :લાયન્સ ક્લબ દ્વારા ‚પિયા ૧૦ લાખના ખર્ચે થનાર કોકલીયર ઈમપ્લાન્ટ સર્જરી વિનામુલ્યે કરાવી અપાશે

જન્મ થી મૂક બધિર બાળકો પણ બોલતા થઇ શકે છે! સ્વરસુધા હોસ્પીટલ  અમદાવાદ તથા

લાયન્સ કલબઝ ઈન્ટરનેશનલ  મોરબી

દ્વારા આ માટે તા.૧૧ના રોજ અમદાવાદ ખાતે કોક્લીયર ઈમ્પલાન્ટ સર્જરી વિષે માહીતી સભર કેમ્પ નું આયોજન કરાયું છે.

સામાન્ય રીતે મૂક બધિર બાળકને બોલતું કરવા માટેના ઓપરેશન નો ખર્ચ ૧૦ લાખ જેટલો થાય છે પણ લાયન્સ ક્લબ મોરબી દ્વારા આવા બાળકોને તદ્દન નિ: શુલ્ક ઓપરેશન કરાવી આપવામાં આવે છે

વધુમાં આ અંગે માહિતી આપતા લાયન્સ ક્લબ ના ચંદુભાઈ દફ્તરી એ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લાયન્સ ક્લબ દ્વારા ૪૦૦ થી વધુ ઓપરેશન કરાવી આપવામાં આવ્યા છે.

વધુમાં મુક અને બધીર બાળક ને સાંભળતુ તથા  બોલતુ કરવાનો એક માત્ર સફળ ઉપાય એટલે કોક્લીયર ઈમ્પલાન્ટ સર્જરી

*ક્યુ ઈમ્પલાન્ટ સારૂ ?

*ક્યુ સ્પીચ પ્રોસેસર સારૂ ?

*ઓપરેશન ક્યા કરાવવુ ? *સ્પીચ થેરાપી ક્યા લેવાય ?

*ઓપરેશન થી ફાયદા શુ  ?

*ઓપરેશન ના જોખમ શું ?

 

આ તમામ સવાલો ના જવાબ મેળવવા માટે એક કાર્યક્રમ નુ આયોજન સ્વરસુધા માઇક્રોસજઁરી હોસ્પીટલ  અમદાવાદ તથા લાયન્સ કલબઝ ઈન્ટરનેશનલ  મોરબી દવારા એક કેમ્પ નુ આયોજન કરેલ છે.

તારીખ ૧૧ ને  સવારે

અખઅ હોલ  અટીરા, IIMસામે પાંજરાપોળ , અંધજન મંડળ રોડ,અમદાવાદ ખાતે આયોજન કરાયું છે.

આ કાર્યક્રમ માં આવવા માટે આપે આમંત્રણ પત્રીકા મેળવવી જરૂરી છે, માત્ર આમંત્રીતોને જ પ્રવેશ અપાશે.તેમજ ૬-૭ વર્ષ થી મોટી ઉમર ના બાળકો માટે આ કાર્યક્રમ નથી,૭ વર્ષ થી નાની ઉમર ના બાળકો ના વાલી એ જ આવવુ.

અને મંદબૂધ્ધી ના બહેરા મુંગા બાળકો માટે આ કાર્યક્રમ નથી  ર અન્ય તકલીફ વાળા બાળકો માટે પણ આ કાર્યક્રમ નથી.આ કેમ્પ નો લાભ લેવા તેમજ વધુ વિગત માટે ચંદ્રકાન્ત દફ્તરી ૯૮૨૫૨ ૨૩૧૯૯,

કવિતા મેડમ ૯૮૯૮૯ ૮૭૮૮૪,મુનીરા મેડમ ૯૩૭૪૭ ૦૩૭૬૯ સંપર્ક સાધવો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.