ટંકારા, ધોરાજી, વડીયા, જેતપુર સહિત સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ: સવારથી વરસાદ ચાલુ: લોકહૈયા પુલકિત
રાજકોટ
સૌરાષ્ટ્રમાં શુક્રવાર નોંધપાત્ર વાવણી લાયક વરસાદ વરસી થતાં જગતાત ખુશખુશાલ થઇ ગયા છે આજે સવારથી પણ અનેક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે.
ધોરાજી
મેધરાજાની સાહી સવારી વીજળીના કડાકા ભડાકા સાથે અને જોરદાર પવન એ ધોરાજીમાં મેધરાજાનું સાહી સન્માન કરેલ હતું. ને મેધરાજા એ ધોરાજીમાં મન મુકી વરસ્યા હતા. મેધરાજાના આગમન થી જગતનો તાત ખેડુત ખુશ ખુશાલ જોવા મળેલ હતો. જોરદાર વરસાદથી શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં જેવા કે બહાર પુર ત્રણ દરવાજા વોકરા કાંઠા પીરખા કૂવા ચોક ચકલા ચોક સ્ટેશન રોડ વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ૨૮ મીમી વરસાદ પડયો હતો.
ટંકારા
ટંકારા શહેરમાં સવારે છ વાગે ધમાકેદાર એન્ટ્રી સાથે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા અને જોત જોતા મા અડધા કલાક મા એકાદ ઈચ જેટલુ હેત વરસાવી વાતાવરણ ઠંડક પ્રસરાવિ હતી.
અરબી સમુદ્ર પર થયેલા લો પ્રેશર બાદ ગુજરાતમાં સામાન્ય થી ભારે વરસાદ ની આગાહી વચ્ચે આજે સવારે મળસ્કે મેઘરાજા પોતાના આગવા અંદાજ મા હેત વહાવી એકાદ ઈચ જેટલો વરસાદ નોંધાયો હતો
વહેલી સવારે આવેલા વરસાદે વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી છે હજી ગાજ વિજ ચાલુ છે ખેડુતો વધુ વરસાદ ની કાગા નજરે રાહ જોઈ રહ્યા છે વાવણી લાયક વરસાદ થશે તેવી આશા બાધી રહ્યા છે
વડિયા
વડિયા વિસ્તાર માં સતત બીજા દીવસે પવન સાથે જોરદાર વરસાદ ગઈકાલે બપોરના સુમારે વાતાવરણ માં અચાનક પલટો આવ્યો અને જોરદાર પવન અને ગાજવીજ સાથે અડધો કલાક જોરદાર વરસાદ વરસ્યો જેમાં અમુક નબળા ઝાડ બે પડીગ્યા અને નદીના હોકળા નાં તમામ પાણી ભરાઈ ગયા જેમાં વડિયા માં અડધો કલાક માં ૧.૫૦ વરસાદ પડ્યો અને આજની તારીખે પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે પણ વરસાદ આવશે તેવું જોવા મળી રહ્યું છે અને છાશવારે વરસાદના બે છાંટા પડે કે વીજળી ગુલ ને પબ્લિક હેરાન થઇજાઈ છે