મુગલ બાદશાહોમાં બાબર, અકબર, જહાંગીર દ્વારા પણ ગાયોના કતલ પર પ્રતિબંધ યાદ કરી સુનાવણીમાં જજની તરફેણ

હૈદરાબાદ હાઇકોર્ટના જજ દ્વારા ગઇકાલે ‘ગાય રાષ્ટ્રીય સંપતિ છે’ તેમજ ‘ગાય ભગવાન અને માતા સમાન છે’ તેમ જણાવવામાં આવ્યું હતું. આ સુનાવણી રાજસ્થાન હાઇકોર્ટના સુનાવણી બાદ જાહેર કરવામાં આવી હતી. જ્યારે ગાયના કત્લની ઘટનામાં ૬૩ ગાયો અને બે બળદને સીઝ કરાયા હતા. હૈદરાબાદ હાઇકોર્ટના જજ બી. શિવા શંકરા રાવએ સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ આ નિવેદન આપ્યું હતું તેમજ તેને કાયદેસરની માન્યતા બકરી ઇદ વખતે મુસ્લિમો દ્વારા થતી કત્લ સામે મળવી જોઇએ.

વધુમાં જજે જણાવ્યું હતું કે, તેલંગણાના મેટરનીટી ડોકટરો અને આંધ્રપ્રદેશના જે ચલાવવામાં આવતા તબેલાની માન્યતા દ્વારા દૂધ વિતરણ પેનલ ચલાવવામાં આવી રહ્યું હતું. જેનો કાયદા અન્વયે સમાવેશ ૧૯૭૭થી શ‚ કરાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાયદાનો ભંગ કરનારને બીનજામીનપાત્ર સજાની જોગવાઇ કરવામાં આવી હતી.

આંધ્ર અને તેલંગણામાં ગાયના કત્લ પર છૂટ હતી જો તે ગાય નકામી થઇ ગઇ હોય. કેટલ ચલાવનાર રામવત હનુમાએ આ અંગે હાઇકોર્ટમાં ઘા નાખ્યા બાદ નાગોડાની કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. જેમાં તેને નકારવામાં આવી હતી અને ગાયોની કસ્ટડી અને સીઝ કરવામાં આવી હતી. આ ઘટના પાંચકલી ગામના હનુમા દ્વારા ગાયોને કત્લ કરવા માટે કાયદેસર માન્યતા આપવા માટે ભલામણ કરવામાં આવી હતી. આ ગાયોના મીટને બકરી ઇદ દરમ્યાન વિતરીત કરવામાં આવનાર હતું. હનુમાની આ માગણી પર રોક લગાવતા જસ્ટીસ રાવે જણાવ્યું હતું કે, આ મામલે કોઇ દરમ્યાનગીરીની જ‚રિયાત કોર્ટની ટ્રાયલ ઓર્ડર બાદ નથી. જ્યારે કોઇ વ્યક્તિ તેના ગાય કે બળદની કસ્ટડીને સીઝ કરવા માટે આરોપ લગાડી અને પ્રશ્ર્ન ઉઠાવવામાં આવે ત્યારે તેના પર વિચારણાની જ‚ર છે. કારણકે ગાય એ માતા અને ભગવાન સમાન છે અને આપણા રાષ્ટ્રમાં તેની ઘણી અગત્યતા છે.

વધુમાં જજે ઉમેર્યુ હતું કે, બાબર દ્વારા તેના શાસનકાળ દરમ્યાન ધાર્મિક માન્યતા હેઠળ ગાયોના કતલ પર રોક લગાવવામાં આવી હતી. અને તેના પુત્રને હુમાયુને પણ તે જ અનુસરવા જણાવવામાં આવ્યું હતું. વધુમાં તેણે અકબર, જહાંગીર, એહમદશાહ સહિતના બાદશાહો દ્વારા પ્રતિબંધને યાદ કર્યો હતો. તેમજ તેની સુનાવણી કાયદાના સેકશન ૧૧ અને ૨૬ હેઠળ વર્તમાનમાં એનિમલ એક્ટ ૧૯૬૦ હેઠળ આઇપીસીની કલમ ૪૨૯ હેઠળ ગાયોના કત્લની આ પ્રકારની ઘટના દ્વારા પાંચ વર્ષ સુધીની જેલની સજા મળવાને પાત્ર છે.


 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.