અપુરતા ભાવ, બેંકોનું ઓરમાયુ વર્તન અને ઉત્પાદનના બગાડ સહિતની અકળામણે સમય જતા ખેડૂતોએ રૌદ્ર સ્વ‚પ ધારણ કર્યું: ખેડૂતોને દેવા માફ કરવાની જગ્યાએ યોગ્ય વ્યવસ ગોઠવી આત્મનિર્ભર બનાવવાની તાતી જરૂર
ધીમે ધીમે સમગ્ર દેશમાં રૌદ્ર‚પ ધારણ કરી રહેલા ખેડૂત આંદોલનને ઓળખવામાં સરકાર તેમજ વિરોધ પક્ષ સહિતના થાપ ખાઈ ગયા છે. આ આંદોલન માત્ર દેવા માફિ પૂરતુ સીમીત ની. વર્ષથી આવકના મુદ્દે ખેડૂતોના મનમાં રહેલી અકળામણ હવે આંદોલનના ‚પે બહાર આવી છે. સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન તો આપ્યું છે પરંતુ ઈન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ આ લક્ષ્ય સાધવામાં અવરોધ રૂપ છે.
એક તરફ ખેડૂતો પુરતી સિંચાઈ વ્યવસના અભાવે ચોમાસાના મોહતાજ છે. બીજી તરફ ઉત્પાદન બાદ ઈન્ફ્રાસ્ટ્રચર ન હોવાથી વર્ષે ૩૦ ટકા ઉત્પાદનનો વ્યય થાય છે. કોલ્ડ સ્ટોરેજ સહિતની યોગ્ય વ્યવસ ગોઠવવામાં આવે તો આ બગાડ અટકી શકે. ખેડૂતોને રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢારામાં દેવા માફીનું વચન આપી ર્આકિ વિકલાંગ બનાવવા તરફ દોરી રહ્યાં છે. આવા વચનો ખેડૂતોને બીજા ઉપર નિર્ભર બનાવશે. માટે માત્ર દેવા માફી નહીં પરંતુ ખેડૂત ઉત્પાદન બાદ પોષણક્ષમ ભાવ લઈ શકાય તે જ‚રી બની જાય છે.
બેંકો ખેડૂતોને અસ્પૃશ્ય ગણે છે. ખેતીની જમીન મોર્ગેજ તી ની. બેંકો લોન આપવામાં ઠાગાઠૈયા કરે છે. ઉદ્યોગો જેટલું પ્રોત્સાહન કૃષિને મળતું ની. પરિણામે પ્રોડકટીવીટી ની અને ખેડૂતો અન્ય ખાનગી સંસઓ પાસેી ઉંચા વ્યાજે ધીરાણ મેળવી દેવાદાર બને છે. માટે ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપવો જ‚રી બને છે. માળખાગત સુવિધા ન હોવાના કારણે ખેડૂતોએ પરસેવો પાડી મેળવેલું ઉત્પાદનની યોગ્ય આવક મળતી ની.
એક વર્ષ સા‚ જાય તો બીજુ નબળુ રહે. પ્રોડકશનનું કોસ્ટ અને ઉત્પાદનના વેંચાણી યેલી આવકમાં બહોળી અસામનતા જોવા મળે છે. બહોળા ઉત્પાદન બાદ પુરતા ભાવ ન મળતા ખેડૂતોને પોતાના પાક નીચા ભાવે વેંચવા પડે છે. દર વર્ષે ખોટ સહન કરતા હોય છે. ઘણા ખેડૂતો આત્મહત્યા કરે છે. બીયારણ, જંતુનાશક દવાઓ સહિતનું મોંઘુ છે જેની સામે આવક ઓછી છે. આ તમામ અકળામણ હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલન પાછળ જવાબદાર છે. દેવા માફીની માંગ ખેડૂતો કરી રહ્યાં ની તે સમજવું સરકાર અને રાજકીય પક્ષોને જરૂરી બને છે. આંદોલન આટોપવા માટે ખેડૂતોની મનની વાત જાણવી તમામ માટે હિતાવહ છે.
ખેડૂતના નામે રાજકીય ગીધડાઓ મેદાનમાં!
ખેડૂત આંદોલનમાંથી રાજકીય લાભ ખાટવા રાજકીય ગીધડાઓ મેદાનમાં છે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો ખેડૂત મતદારોને ખોટા વચનો આપી રીઝવવાની નીતિ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આ આંદોલનમાં ખેડૂતોને હિંસા માટે ભાજપ અને કોંગ્રેસના એમ.પી. પ્રોત્સાહિત કરતા હોવાનું અનેક જગ્યાએ કેમેરામાં કેદ ઈ ચૂકયું છે. જેના પરી રાજકીય પક્ષોની લાભ ખાટવાની વરવી માનસીકતા સામે આવી છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ખેડૂતોને તોડફોડ માટે લાકડીઓની વહેંચણી કરતા હોવાના વિડિયો વાયરલ થયા છે. આ આંદોલનમાં કેટલાક ખેડૂતોના મોત યા બાદ પણ આંદોલન શાંત રાખવાની જગ્યાએ તેમના મોતી રાજકીય લાભ મેળવવાની ગીધડા જેવી મનસ્થિતિ રાજકીય પક્ષોની જણાય રહી છે.
શા માટે ડુંગળીનો બમ્પર પાક ખેડૂત આંદોલનનું કારણ બન્યું?
ડુંગળીના આસમાને પહોંચેલા ભાવના કારણે અનેક સરકાર હચમચી ગઈ હોવાના દાખલા ભૂતકાળમાં અનેક વખત બન્યા છે. અત્યારે ડુંગળીનો બમ્પર પાક હોવા છતાં ગગડી ચુકેલા ભાવ સરકારને હચમચાવી રહ્યાં છે. યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચરના અભાવે ડુંગળીનો બહોળો પાક યો હોવા છતાં ખેડૂતોને પાણીના ભાવે વેંચાણ કરવું પડે છે. ૨૦૧૬ના ફેબ્રુઆરી માસી અત્યાર સુધી ડુંગળીના ભાવ સરેરાશ વચ્ચે રહ્યાં છે. ઘણી વખત ડુંગળી ભાવ ત્રણ આંકડે પહોંચી ગયા હોવાનું પણ નોંધાયું છે. માટે યોગ્ય વ્યવસના અભાવે ડુંગળીના ભાવમાં બહોળી અસામાન્તા જોવા મળે છે જેનું ગંભીર પરિણામ ચાલી રહેલા આંદોલન સ્વરૂપે જોવા મળી રહ્યું છે. માત્ર દેવા માફી નહીં પરંતુ પાણીના ભાવે આપી દેવું પડતું ઉત્પાદન આ આંદોલન પાછળ કારણભૂત બન્યું છે.