બોલીવૂડની બહુચર્ચિત જોડી દીપિકા પડુકોન અને રનવીર સિંઘના સંબંધમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા જ કરે છે. આ જોડી વચ્ચે કભી નજદીકિયા, કભી કભી દૂરિયા છે.
દીપિકા અને રનવીર વચ્ચે બ્રેક અપ થઈ ગયું તેવા ન્યુઝ બાદ હવે જાણવી મળે છે કે, રનવીર ડિપ્પી ઉર્ફે દીપિકાનો પાડોશી બનવાનો છે. જી હા, રનવીર દીપિકા રહે છે તે જ એપાર્ટમેન્ટમાં શિફટ થવાનો છે. જેથી ડિપ્પીની નજીક રહી શકે.
બાય ધ વે, દીપિકા અને રજવીર રામ-લીલા, બાજીરાવ-મસ્તાની અને હવે ત્રીજી ફિલ્મ પદ્માવતીમાં સાથે કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દીપિકા અને રતનવીર ટોચના ફિલ્મ સ્ટાર છે. એટલે ખૂબજ વ્યસ્ત રહે છે. અગર પાસ પાસ રહેતા હોય તો મન પડે ત્યારે કવોલિટી ટાઈમ વિતાવી શકાય, ખ‚ં ને?