વડા પ્રધાન નરેન્દ્ર મોદી શંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેવા હાલ કઝાકિસ્તાનના પાટનગર અસ્તાનામાં છે. આ શિખર સંમેલનમાં ભારત અને પાકિસ્તાન બંનેને જઈઘનું પૂર્ણકાલીન સભ્યપદ આપવામાં આવનાર છે. વર્ષ ૨૦૦૧ બાદ પ્રમ વાર ચીનના પ્રભુત્વવાળા જઈઘનું વિસ્તરણ ઈ રહ્યું છે. હવે તેની સભ્ય સંખ્યા છી વધીને આઠ ઈ જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અસ્તાનામાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ અને ચીનના પ્રમુખ શી જિનપિંગને મળ્યા હતા.
આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ SCOમાં ભારતના સભ્યપદ માટે સર્મન મેળવવા અને પ્રયાસ કરવા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગનો આભાર માન્યો હતો. તાજેતરમાં સરહદી વિવાદ અને વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટને લઈને બંને દેશ વચ્ચે યેલા મતભેદોને ધ્યાનમાં લેતાં મોદી અને જિનપિંગની મુલાકાતનું ખાસ મહત્ત્વ છે. ચીનના અખબારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના જઈઘમાં ભારત અને પાકિસ્તાનની એક સો હાજરી મહત્ત્વની છે. જઈઘ દ્વારા ભારત અને પાકિસ્તાન એક મંચ પર આવશે અને લાંબા સમયી બંને દેશ વચ્ચે ચાલી રહેલા વિવાદ અને મતભેદ ઉકેલવામાં મદદ મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાક.ના વડા પ્રધાન નવાઝ શરીફ વચ્ચે કઝાકિસ્તાનમાં મુલાકાત ઈ હતી. શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના શિખર સંમેલન પહેલાં અસ્તાનામાં બંને નેતા મળ્યા હતા. જેમાં મોદીએ નવાઝની તબિયત તેમજ તેમનાં માતા અને પરિવારજનોનાં ખબરઅંતર પૂછ્યાં હતાં.
નવાઝ શરીફની હાર્ટ સર્જરી બાદ મોદીએ તેમની પ્રમવાર મુલાકાત લીધી હતી. જોકે આ શિખર સંમેલન અંગે બંને નેતાઓની મુલાકાત અંગે વિવિધ અટકળો ચાલી રહી હતી. તેમજ ગત બુધવારે પણ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બંને નેતાઓની મુલાકાત અંગેનું કોઈ શેડ્યુલ નક્કી ની. આ અગાઉ મોદી અને શરીફ ૨૦૧૫માં બ્રિકસ અને એસસીઓની બેઠકમાં ઉફા ખાતે મળ્યા હતા. ત્યાર બાદ એવું માનવામાં આવતુંહતું કે બંને દેશ વચ્ચે સંબંધોસુધરશે. પરંતુ ૨૦૧૬ની શરૂઆતમાં પઠાણકોટ પરના હુમલા બાદ ફરી બંને દેશ વચ્ચે સંબંધ વણસ્યા હતા. બાદમાં જુલાઈ ૨૦૧૬માં ફરી મોદી અને શરીફ શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં મળ્યા હતા. પરંતુ કોઈ દ્વિપક્ષીય બેઠક યોજાઈ ન હતી. અને ત્યારી અત્યાર સુધી બંને દેશ વચ્ચે સંબંધ તણાવપૂર્ણ રહ્યા છે.