ચોમાસું 8 દિવસ મોડું થઈને શનિવારે કેરળ પહોંચી ગયું છે. સમાન્ય રીતે ચોમાસું 1 જૂને કરેળ પહોંચતું હોય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણમાં લક્ષદ્વીપના વિસ્તાર ઉપર ચક્રવાતી વિસ્તાર સર્જાયો છે. દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં લો પ્રેશર પણ સર્જાઈ શકે છે. ચોમાસું આગામી 24 કલાકમાં પૂર્વોત્તરના ત્રિપુરામાં પ્રવેશ કરે તેવી પણ શક્યતા છે. સ્કાઈમેટે આ વર્ષે 93 ટકા અને હવામાન વિભાગે 96 ટકા વરસાદ થવાની શક્યતા રજૂ કરી છે.
હવામાન વિભાગે 9 જૂનના રોજ કેરળના આઠ જિલ્લા તિરુવનંતપુરમ, કોલમ, અલાપુઝા, કોટટ્યમ, અર્નાકુલમ, ત્રિશુર, માલાપ્પુરમ અને કોઝિકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 10 જૂને ત્રિશુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે