રાજકોટ જિલ્લાના ૬૫ સહિત રાજયભરના ૧૪૦૦ તલાટી અને કારકુનને પણ મહિનાના અંતે નાયબ મામલતદાર તરીકે પ્રમોશન અપાશે
આચારસંહિતા પૂર્ણ યા બાદ વહીવટી તંત્રના માળખામાં ઘણા ફેરફારો વા જઈ રહ્યાં છે. જેમાં રાજયના ૧૩૦ નાયબ મામલતદારોને આવતા સપ્તાહે પ્રમોશન આપવામાં આવનાર છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ૬૫ સહિત રાજયભરના ૧૪૦૦ તલાટી અને કારકુનોને પણ મહિનાના અંતે નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળવાના છે.
આચારસંહિતા હટતા મહેસુલ વિભાગ દ્વારા કલાર્ક અને તલાટી તેમજ નાયબ મામલતદારોને પ્રમોશન આપવાની હિલચાલ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત પ્રોબેશન પીરીયડમાં મામલતદાર તરીકે પ્રેક્ટિસ કરતા ડેપ્યુટી કલેકટરો ઉપરાંત ડેપ્યુટી કલેકટર તરીકે પ્રેક્ટિસ કરતા આઈએએસ અધિકારીઓના પણ પ્રોબેશન પીરીયડ પૂર્ણ વા આવતા તેઓને પણ મુળ હોદ્દો સોંપવાની તજવીજ ચાલી રહી છે. મહેસુલ કર્મચારીઓના પ્રમોશનની વાત છેલ્લા ઘણા સમયી ચાલી રહી હતી. પરંતુ આ કાર્યવાહીમાં ોડો વિલંબ તા ગુજરાત રાજય મહેસુલ કર્મચારી મહામંડળ દ્વારા મહેસુલ વિભાગને રૂબરૂ મુલાકાત લઈને પ્રમોશનની પ્રક્રિયા ઝડપી કરવા રજૂઆત કરાઈ હતી. ત્યારે મહેસુલ વિભાગ તરફી જણાવાયું હતું કે, આગામી તા.૧૧ સુધીમાં નાયબ મામલતદારને મામલતદાર તરીકેના પ્રમોશન આપી દેવા છે ઉપરાંત ૧૫ દિવસી એક મહિનાની અંદર તલાટી અને કારકુનોને નાયબ મામલતદારના પ્રમોશન આપવામાં આવશે.
આમ રાજકોટ જિલ્લાના ૬૫ કારકુન અને તલાટી મળી રાજયના કુલ ૧૪૦૦ કારકુન અને તલાટીઓને નાયબ મામલતદારના પ્રમોશન આપવામાં આવનાર છે. ઉપરાંત રાજકોટના નાયબ મામલતદાર ભરતભાઈ કાસુંન્દ્રા, ગોવિંદભાઈ રૂપાપરા અને કિશોરભાઈ ગઢીયા સહિત રાજયના ૧૩૦ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવનાર છે.