તા.૫જૂનના રોજ જાહેર થયેલ મેડીકલ પ્રવેશ માટેની પરીક્ષા નીટના પરિણામમાં ધોરાજીની ડ્રીમ ઈન્ટરનેશનલ સ્કુલની વિદ્યાર્થીની ચાંગેલા જાનકી રાકેશભાઈ એ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાંથી સૌથી વધુ ૬૮૦/૭૨૦ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
તથા ગુજરાતના પ્રથમ પાંચમાં અને સમગ્ર ભારતના પ્રથમ ૧૦૦ વિદ્યાર્થીમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમની આ અસામાન્ય સિધ્ધીને શાળાના શિક્ષકો હિતેશ ખરેડ, ડો. કેતન પોપટ તથા અશોક વઘાસીયા વગેરે શિક્ષક ગણે તેમનું સન્માન કરી બીરદાવી હતી.
તેમની આ રેકોર્ડ બ્રેક સફળતા અંગે તેમના શિક્ષક માતા પિતા એ જણાવ્યું હતુ કે ૨૦૧૬ થી ૨૦૧૯ એટલે કે અત્યાર સુધીમાં લેવાયેલ નીટની તમામ પરીક્ષાના પરિણામમાં તેમણે મેળવેલા માર્કસ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હાઈએસ્ટ છે અને આબાબતે અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ અને તેમણે આ ઝળહળતી સફળતાનો શ્રેય શાળા તથા તેમના ગૂરૂજનોને આપ્યોહતો.