ગૌ પ્રેમી હીઝ હાઈનેશ વિજયરાજસિંહ ઓફ ભાવનગર, દરબાર સાહેબ રઘુવીરસિંહજી (ભાડવા), યુવરાજ માંધાતાસિંહજી અને ટિકકારાજા જયદિપસિંહજી ઓફ રાજકોટ, નરેન્દ્રસિંહજી જાડેજા (સિધ્ધેશ્ર્વર ગૌશાળા), પ્રદિપતસિંહજી રાઓલ (લાખણકા)નું સવિશેષ સન્માન થશે
આજે સાંજે પારિજાત પાર્ટી પ્લોટ, ૧૫૦ ફૂટ રીંગરોડ, ગાંધીગ્રામ નજીક રાજવી પરિવારો દ્વારા ગૌરક્ષા કાયદો પસાર કરવા બદલ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું વિશિષ્ટ સન્માન થનાર છે.
સાંજે ૬ કલાકે આ કાર્યક્રમ યોજાનાર છે. એ પહેલા બપોરે ૩ કલાકથી આ સ્થળે ક્ષત્રીય યુવાનોનો બ્લડ ડોનેશન કેમ્પ રાખવામા આવ્યો છે. સીવીલ હોસ્પિટલના લાભાર્થે યોજાયેલ આ કેમ્પમાં રકતદાતાઓને અને સાંજના મુખ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડવા ક્ષત્રીય ભાઈઓને યુવરાજ માંધાતાસિંહજી જાડેજા તથા વિવિધ ક્ષત્રીય સંસ્થાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. આજે યોજાનારા સન્માન સમારંભની આજે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે તસ્વીરમાં નજરે પડે છે.
દરમ્યાન યુવરાજ માંધાતાસિંહજી જાડેજાના જણાવ્યા મુજબ ગૌસંવર્ધન માટે સતત સક્રિય રહેલા સૌરાષ્ટ્રના ગૌ પ્રેમી ક્ષત્રીયોનું આ તકે સન્માન કરવામા આવનાર છે. જેમા ગૌ પ્રેમી હીઝ હાઈનેસ વિજયરાજસિંહ ઓપ ભાવનગર, દરબાર રઘુવીરસિંહજી (ભાડવા), યુવરાજ માધશતાસિંહજી અને ટિકકારાજા જયદિપસિંહ ઓફ (રાજકોટ), નરેન્દ્રસિંહ જાડેજા (સિધ્ધેશ્ર્વર ગૌશાળા), પ્રદિપસિંહજી રાઓલ (લાખણકા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત જેમના પૂર્વજોએ ગાયો માટે બલીદાન આપ્યું છે. તેવા ક્ષત્રીય વંશજોના પ્રતિનિધિઓ સન્માન થનાર છે. હીઝ હાઈનેસ ઓફ ભાવનગર વતી તેમના પ્રતિનિધિ સન્માન સ્વીકારશે.