૬૪ નામાંકિત કંપનીઓએ પ્લેસમેન્ટ માટે રાજકોટ આઇટીઆઇ ખાતે આવી ૩૦૦૦ થી વધુ તાલીમાર્થીઓની પસંદગી કરી: આઇટીઆઇના પ્રીન્સીપલ્સ ‘અબતક’ની મુલાકાતે
કૌશલ્ય દ્વારા રોજગારી નિર્માણ આ સૂત્ર છે સરકારી આઇટીઆઇનું છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત સરકારી આઇટીઆઇમાં હવે પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન થઇ ગઇ છે. અને સરકારી આઇટીઆઇમા ંપ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ર૧ જુન છે. ઉલ્લેખનીય છે કે સરકારી આઇટીઆઇમાં પ્રવેશ મેળવી ૧૦૦ ટકા રોજગારી પ્રાપ્ત કરી શકાય છે.
આ સમગ્ર મુદ્દાઓને લઇ આઇટીઆઇના આચાર્ય એ નિપુણ રાવલ, રાજેશ ત્રિવેદી અને પ્રદીપ પંડયા એ અબતકની મુલાકાત લીધી.
રાજયની દરેક તાલુકાની આઇટીઆઇમાં ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની સુવિધા કરવામાં આવેલ છે., ભારતની તેમજ વિદેશની નામાંકિત કંપનીઓ આઇટીઆઇ ખાતે પ્લેટમેન્ટ (ભરતી) માટે આવે છે., વર્ષ ૨૦૧૮ની અત્યાર સુધીમાં ૬૪ નામાંકિત કંપનીઓ આઇટીઆઇ રાજકોટ ખાતે પ્લેસમેનટ માટે આવીને ગુજરાત સહીત ભારતભરના ૩૦૦૦ થી વધારે તાલીમાર્થીઓને પ્લેસમેનટ માટે પસંદગી કરી ગયેલ છે., આઇટીઆઇ નું એનસીવીટી સર્ટીફીકેઠ વિશ્ર્વભરમાં માન્યતા ધરાવે છે., આઇટીઆઇ પાસ થયા બાદ એપ્રેન્ટીસમાં ભરતી થવાની ઉત્તમ તક મળે છે., આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા આઇટીઆઇ રાજકોટ ખાતે લેબ ડેવલોપ કરી ઉત્કૃષ્ટ પ્રેકટીકલ તાલીમ આપવામાં આવે છે., નંદી ફાઉન્ડેશન, પુના દ્વારા મહીન્દ્રા પ્રાઇડ કલાસરુમ અંતર્ગત તાલીમાર્થીઓ ના સર્વાગી વિકાસ માટે તાલીમની સુવિધા, મહીલા તાલીમાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સીટી રોડ, રાજકોટ ખાતે સ્પેશીયલ મહીલા આઇટીઆઇ ચાલે છે જેમાં માત્ર મહીલાઓ માટેની તામીલની સુવિધા છે.
કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીગ આસીસ્ટન્ટ, ડ્રેસ મેકીંગ, ફેનશ ડીઝાઇન એન્ડ ટેકનોલોજી, બેઝીક કોસ્મેટોલોજી, હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેટકર જેવી તાલીમ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આઇટીઆઇમાં હાલ ૩૪ વર્ગો ચાલુ છે. પરંતુ અવેરનેસના અભાવે આઇટીઆઇ ની તાલીમનો લા વિઘાર્થીઓ લેતા નથી. મહત્વનું છે કે આઇટીઆઇમાં પ્રવેશ લેનાર વિઘાર્થીને ૮૦ ટકા હાજરી ફરજીયાત છે.