કોગ્રેસ પ્રજાનો વિશ્ર્વાસ કેળવી ન શકી : ભારતીય જનતા પક્ષનાં સ્થિર શાસનમાં વિકાસ કાર્યો ઝડપી થશે
ગઇકાલે મળેલી મોરબી નગર પાલિકાની સામન્ય સભામાં ભાજપને જાદુઇ બહુમતી મળતા પ્રમુખ પદે ગીતાબેન કણઝારીયા અને ઉપપ્રમખુપદે ભરતભાઇ જારીયાની વરણી સાથે હવે પાલિકામાં સ્થિર શાસનનાં અણસાર મળી રહ્યા છે. પૂર્વ-પ્રમુખ-ઉપપ્રમુખ વિ‚ધ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત આ મોરબી પાલિકામાં આવેલા સત્તાપલ્ટા પાછળ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાની રણનીતી કામ કરી ગઇ છે અને સૌરાષ્ટ્રની સૌથી મોટી નગરપાલિકા ભાજપમાં હાથમાં લાવનાર કાંતિભાઇ અમૃતિયાએ પ્રજાહિતમાં ભાજપે પાલિકાનું શાસન સંભાળ્યુ હોવાનુ જણાવ્યુ છે.
મોરબી પાલિકાની ચૂંટણી બાદ કોગ્રેંસને સ્પષ્ટ બહુમતી સાથે ૩૫ બેઠકો મળી હોવા છતા અંદરો-અંદરની હુસા તુસી અને કાપા-કાપીમાં કોગ્રેંસે પ્રજાનો ભરોસો તોડ્યો હોવાનું જણાવી ધારસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ જણાવ્યુ હતુ કે દોઢ વર્ષમાં સમયગાળામાં પાલિકા સ્થિર શાસન જોવા મળ્યુ નથી અને પ્રજાનાં કામ તો ઠીક પ્રજાએ ચૂંટી મોકલેલા નગર સેવકોનાં કામ પણ ન થતા હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે વિકાસ સમિતિ પણ પ્રજાને સ્થિર શાસન આપી શકી નહી આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબીના પ્રજાના હિતમાં ૩૫ સભ્યોનાંસાથ-સહકારથી ભાજપે પાલિકાની શાસનધૂરા સંભાળી છે અને અવનાર દિવસોમાં પ્રજાનો પ્રશ્નોનો ઉકેલ લાવી ઠપ્પ થયેલી સફાઇ વ્યવસ્થા, લાઇટીંગ, પાણીનાં પ્રશ્નોને નિવડો લાવવામાં આવશે.
ધારાસભ્ય કાંતીભાઇ અમૃતિયાએ ઉમેર્યુ હતુ કે ભાજપ સ્થિર અને વિકાસલક્ષી શાસન આપવા કટ્ટીબંધ છે અને એટલા માટે જ જુના જનસંઘી ગોવિંદભાઇનાં પુત્રવધુ ગીતાબેન જાગૃતતા પૂર્વકનું શાસન આપવા પ્રમુખ પદે નિયુક્ત કર્યા છે એજ રીતે પ્રજાનાં પ્રશ્નો માટે સતત દોડતા રહેતા ભરતભાઇ જારિયાની પસંદગી કરી નગરપાલિકાનાં શિથીલ બનેલા તંત્રને ધબકતુ કરવા ભાજપે પ્રયાસ કર્યા છે.
વધુમાં સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને દોહરાવતા કાંતિભાઇએ જણાવ્યુ હતુ કે કેન્દ્ર-રાજ્યમાં ભાજપ સરકાર છે અને હવે મોરબી પાલિકામાં પણ ભાજપને સત્ત મળતા મોરબીનો વિકાસ વધુ વેગવંતો બનશે.
ઉલ્લેખનીય છે કે મોરબી નગર પાલિકામાં અવિશ્ર્વાસન દરખાસ્ત બાદ ઉ૫પ્રમુખનું રાજીનામુ અને પ્રમુખ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત બાદ ઉપપ્રમુખનું રાજીનામુ અને પ્રમુખ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર થયા બાદ ધારાસભ્ય કાંતિભાઇ અમૃૃતિયા અને શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારિયાની રણનીતીને પગલે જે સૌરાષ્ટ્રની સૌથી મોટી નગર પાલિકામાં કેસરીયો લહેરાયો છે.