અસહ્ય ગરમીના કારણે કાચી ખારેક ખરી જવાથી ઉત્પાદન માં ધટાડો તથા નાની સીઝનનું ઉત્પાદન થવાની ખેડુતોની ધારણા
કેશોદ તાલુકાના કરેણી ગામે આવેલ ઓમ રીસોર્ટ એન્ડ ફાર્મ હાઉસ ધરાવતા પ્રગતિશીલ ખેડુત ડાયાભાઇ દેસાઇએ સાત વર્ષ પહેલા ખારેકના પચાસ વૃક્ષોનું વાવેતર કર્યુ છે. જેમાં ત્રણ વર્ષથી સારૂ ઉત્પાદન મેળવી રહ્યા છે. દર વર્ષે ઉત્પાદનમાં વધારો થતો જાય છે ત્યારે આ વષે અસહ્ય ગરમીનાં કારણે લુ લાગવાથી કાચી ખારેક ખરી જવાથી અને ખારેક નાની સાઇઝની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે જેના કારણે ઉત્પાદન ઓછું થવાની સંભવના દેખાઇ રહી છે જેના કારણે આગામી વર્ષ ખારે મોંધી થશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા અને આગામી વર્ષે બજારોમાં ખારેકનું આગમન થોડું થાયતેવી સંભાવના છે.
વૃક્ષોના નિકંદન નીકળી રહ્યા હોવાના કારણે પર્યાવરણને અસર થવાનાં કારણે ગરમીમાં વધારો થતો જાય છે. અને વરસાદ ઓછો થતો જાય છે ત્યારે વધુ વૃક્ષો વાવો વરસાદ લાવો અને પર્યાવરણની જાણવણી માટે કણેરી ગામનાં પ્રગતિશીલ ખેડુત ડાયાભાઇ દેસાઇએ તેમનાં કરેણી ગામે વૃક્ષોના વાવેતર વધારવામાં અનોખી પહેલ કરી છે તેમના કરેણી ગામે વૃક્ષોનું વાવેતર કરી પાંચ વર્ષ સુધી વૃક્ષનો ઉછેર અને જતન કરનારને પાંચ વર્ષ પ્રતિ વૃક્ષ પસંદ સો પિયા આપવાની જાહેરાત કરી પર્યાવરણ બચાવો અભિયાન હાથ ધર્યુ છે. ડાયાભાઇ દેસાઇએ જણાવ્યું હતું ક. વર્ષોથી લોકો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજે છે જેમાં મોટા પ્રમાણમાં ફકત ફોટોસેસન માટે વૃક્ષારોપણ કરે છે પરંતુ અહીં પાંચ વર્ષ સુધી ઝાડ ઉછેરી તેનું જતન કરવું ફરજીયાત છે. એવી જ રીતે દરેક લોકો એક એક વૃક્ષનું વાવેતર કરી ઉછેર અને જતન કરે તો હરીયાળી ક્રાંતિ આવી શકે ત્યારે વિશ્ર્વ પર્યાવરણ દિન નીમીતે કેટલા લોકો વૃક્ષોનું વાવેતર કરી ઉછેર અને જતન કરશે તે જોવાનું રહ્યું.