જામનગરમાં વીજ ચોરીની વધતી જતી ફરિયાદોને ધ્યાને લઈ પીજીવીસીએલ દ્વારા વીજ ચોરોને ઝડપી પાડવા મંગળવારના બીજા દિવસે ત્રણ સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.

આ કાર્યવાહી સોમવારથી શહેર સહિત પંથકમાં હાથ ધરી હતી. અને બીજા દિવસે પણ અવિરત કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા વીજ ચોરીને ડામવા ચેકીંગની કામગીરી કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈ અંતર્ગત શ‚ કરવામાં આવી છે. જેમાં મંગળવારે સવારે સ્થાનિક અધિકારીઓનાં વડપણ હેઠળ બનાવવામાં આવેલી ૪૩ ટીમે પીજીવીસીએલના સીટી ૧ ડીવીઝનના સેન્ટ્રલ ઝોન તથા દરબારગઢ, સાત રસ્તા સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયું હતુ જેમાં ટુકડીઓએ નવાગામ ઘેડ, ભીમવાસ, ડીફેન્સ કોલોની, યાદવનગર, નાગેશ્ર્વર, ગુલાબનગર સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. અને ચેકીંગ ટુકડી સાથે સ્થાનિક પોલીસના ૨૦ જવાનો, ૨૪ એકસ આર્મીમેન અને ૩ વીડીયો ગ્રાફરો જોડાયા હતા.

ચેકીંગ કાર્યવાહી દરમિયાન ૭૨૬ વીજ જોડાણો ચેક કરતા ૧૦૮માં વીજ જોડાણોમાં ગેરરીતિ સામે આવતા રૂ|.૧૪.૬૨ લાખના બીલ ફટકારવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.