ભારતે ‘હવા આને દે’ વીડિયો સોંગ્સ કર્યું લોન્ચ: ૨૦૨૪ સુધીમાં નેશનલ ક્લિન એર પ્રોગ્રામ અંતર્ગત હવા પ્રદૂષણમાં કરાશે ઘટાડો: પર્યાવરણની જાળવણી તે માત્ર સરકારી કાર્યક્રમ નહીં પરંતુ લોકોનો કાર્યક્રમ છે: મોદી સરકાર
વિશ્વ પર્યાવરણ દિવસ નીમીતે પ્રકાશ જાવડેકરે લોકોને રોપા રોપવાની વિનંતી કરી છે અને જણાવ્યું છે કે, લોકોની સહભાગીતા પર્યાવરણને જાળવવા અને તેની સાર સંભાળ લેવાના મુદ્દાઓને પહોંચી વળવા અભિન્ન છે. પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સક્રિય જાહેર ભાગીદારી માટે બોલાવતા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે સેલ્ફી વી સેપ્લીંગ ઝુંબેશ હાથ ધરી છે અને લોકોને વિનંતી સાથે અપીલ પણ કરી છે કે, લોકો દ્વારા રોપા વાવવામાં આવે.
શનિવારના રોજ પર્યાવરણ મંત્રી તરીકે જવાબદારી સંભાળનાર પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, પર્યાવરણની જાળવણી અને તેની સાર સંભાળ લેવા માટે લોકોની સહભાગીતા અનિવાર્ય છે. જે આ મુદ્દાને પહોંચી વળવા અભિન્ન છે. જેના માટે લોકો દ્વારા હકારાત્મક શૈલીમાં આંદોલન પણ કરવું જોઈએ. વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂનના રોજ મનાવવામાં અને ઉજવવામાં આવે છે ત્યારે તેઓએ ખાતરી આપતા જણાવ્યું હતું કે, આ શુભ કાર્યમાં ભારતના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લેશે. સાથો સાથતેઓએ અપીલ પણ કરી હતી કે, લોકો રોપા વાવે અને તેની સો સેલ્ફી પણ લ્યે જેી અન્ય લોકો પણ આ કાર્ય કરવા પ્રેરીત શે.
તેઓએ સેલ્ફી વી સેપ્લીંગ અભિયાન હેઠળ તેમના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. તેઓએ જણાવ્યું છે કે, હાલ લોકો કાર્બન સીંક તરફ આગળ વધી રહ્યાં છે જેના કારણે લોકોને પ્રદુષિત હવાનો સામનો કરવો પડે છે અને ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિનું પણ નિર્માણ ધીમી ધારે થઈ રહ્યું છે. મોદી સરકાર માને છે કે, પર્યાવરણ માત્ર એક સરકારી કાર્યક્રમ નહીં પરંતુ તે લોકોનો કાર્યક્રમ છે.
વાયુ પ્રદુષણની થીમ સાથે ચાઈના દ્વારા વિશ્ર્વ પર્યાવરણ દિવસ ૨૦૧૯નું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ ભારતના પર્યાવરણ મંત્રાલય દ્વારા ‘હવા આને દે’ ના સંગીત વિડીયો રજૂ કરવામાં આવ્યો છે કે જે આ વર્ષ માટે ભારત દેશની પર્યાવરણ જાળવણી માટેની થીમ છે. જેમાં શાન, શંકર મહાદેવન અને સુનીધી ચૌહાણ જેવા ગાયકોનો સ્વર આપવામાં આવ્યો છે. આ વીડિયોમાં અક્ષર કુમાર અને રાજકુમાર રાવ જેવા બોલીવુડના અભિનેતાઓએ પણ પોતાનો કિરદાર ભજવ્યો છે.
આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૪ સુધીમાં વાયુ પ્રદુષણ ઘટાડવા માટે રાષ્ટ્રીય સ્વચ્છ હવા પ્રોગ્રામ એટલે કે એનસીએપી શરૂ કરવામાં આવ્યું છે. જો આ કાર્યક્રમ સફળ રીતે પાર પાડવામાં આવશે તો દેશમાં જે ગરમીનો કહેર વરસી રહ્યો છે તેના પર પૂર્ણ વિરામ મુકાશે અને પર્યાવરણની પણ જાળવણી થઈ શકશે.