ઈદની નમાઝ બાદ દેશની ઉન્નતી વિશ્વશાંતિ માટે દુઆઓ કરાઈ
વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગૂરૂ હીઝહોલીનેશ અલી કદર ડો.સૈયદના મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) હાલમાં મુંબઈ ખાતે બીરાજમાન છે. મુંબઈ ખાતે દરરોજ અલગ અલગ મસ્જીદમાં નમાઝ પઢાવવા માટે પધારે છે. ગઈકાલે પશ્ચિમ રમઝાન માસનું છેલ્લુ રોઝુ હતુ. આજે દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદ ઉલ ફીતરની ઉજવણી વિશ્વભરમાં થઈ હતી.
વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગૂ‚ હિઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન સાહબે (ત.ઉ.શ)એ આજે ફોર્ટ વિસ્તાર મુંબઈમાં આવેલ બદરી મસ્જીદમાં ઈદની નમાઝ પઢાવેલ હતી.
આગામી રવિવારના રોજ રમઝાન માસની ૩૦મી રાત છેલ્લી રાત હોય આ રાતથી વહેલી સવાર સુધી (જાગરણ) ખુદાતઆલાની ઈબાદત કરી રોઝા ખેરતા કામો, નમાઝ માટે શુક્રગુજારશે રાજકોટમાં નુરમસ્જીદ, નજમી મસ્જીદ, બુરહાનીયા મસ્જીદ, બદરી મસ્જીદ, કુત્બી મસ્જીદ એવન કેટરર્સ હોલ, મોહંમદી રેસીડેન્સી, તાહેરી મોહલ્લા, અમાકીન, ઈઝઝી મોહલ્લા, મોહંમદી બાગ, હાતીમી મોહલ્લા, બદરી હોલ એકજાન સોસાયટી ઝકવી હોલ ગાંધી સોસાયટી, બુરંહાનીનગર સહિત કુલ પંદર જગ્યાએ પવિત્ર રમઝાન માસ નિમિતે નમાજ પઢાવવામાં આવી હતી. ઈદ ઉલ ફિતરના દિવસે સવારે ઈદની નમાઝ બાદ દેશની ઉન્નતી, વિશ્ર્વશાંતિ, સર્વધર્મ સદભાવના, ભાઈચારા માટે તેમજ ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ના સ્વાસ્થ્ય અને દીધાર્યું માટે દુઆઓ કરી હતી તેમ શેખ યુસુફભાઈ જોહરકાર્ડસ વાળાએ જણાવ્યું છે.
સમગ્ર સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, પાલીતાણા, સુરેન્દ્રનગર, ચોટીલા, જસદણ, ધ્રાંગધ્રા, અમરેલી, સાવરકુંડલામાં ઈદની ઉજવણી કરવામાં આવેલ હતી.