બમણી કરવા સરકાર મોટા ખેડૂતોને પ્રોત્સાહિત કરશે
મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે દેશના ૮ લાખ મોટા ખેડૂતોને પણ આર્થિક સહાય કરાશે
ખેતી પ્રધાન દેશ ભારતમાં ખેતી અને ખેડુતોની ઉન્નતીની વાતો થાય છે. પરંતુ આ ક્ષેમિં અસરકારક કામગીરી થતી ન હોવાની ફરિયાદો આઝાદીના સાત દાયકા પછી પણ સતત થતી રહે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ ટર્મની સરકારે નાના અને સીમાંત ખેડુતોની આવક બમણી કરવા અને લઘુતમ આવક યોજનાનો અમલ કરી નાના અને સીમાંત ખેડુતોને વર્ષે રોકડ સહાયની યોજના કાર્યવંત કરી હતી. આ યોજના હવે દેશના મોટા ખેડુતોને પણ લાભ આપનારી બનાવાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી સરકારે સતા સંભાળતાની સાથે જ શુક્રવારે યોજાયલે પ્રથમ કેબીનેટની બેઠકમાં જ ૨૫ એકરથી વધુ ખેતી ધરાવતા દેશના આઠ લાખથી વધુ મોટા ખાતેદારોને લઘુતમ આવક યોજના અંતર્ગત આવરીલેવાનું નકકી કર્યું છે.
આપણા દેશ ભારતમાં એગ્રીકલ્ચર સીલીંગ એકટ ૧૯૬૦ કાયદો અમલમા છે. મુજબ ખેડુત વધારેમાં વધારે ૫૧ એકર ખેતીની જમીન ધારણ કરી શકે છે. આ કાયદો ખેડુતો માટે ખેતીનો વિકાસ કરવામાં મોટામાં મોટી બાધારૂપ બની રહ્યો છે. સમયાંતરે પેઢીદર પેઢી આ મોટી ખેતીની જમીન અનેક વારસદારો વચ્ચે ટુકડામાં વેંચાતી જાય છે.જેના કારણે સામુહિક ખેતી થઈ શકતી નથી. અમેરિકા, ઓસ્ટ્રેલીયા યુરોપ જેવા વિકસીત અને આફ્રિકા જેવા અલ્પ વિકસિત દેશોમાં પણ સામુહિક ખેતી કરીને મોટા પ્રમાણમાં વિવિધ પાકો લેવામાં આવે છે. જયારે ભારતમાં મોટી ખેતીની જમીન સતત ટુકડામાં વેચાતી જતી હોય વિવિધ પાકો લેવામાં મુશ્કેલી પડે છે. ઉપરાંત, ભારતમાં ખેતીને ઉદ્યોગનો દરજજો મળ્યો નથી જેના કારણે ખેડુતોની ખેતીની જમીનની કિંમત કરોડો રૂપીયાની હોવા છતા તેને તેના પર બેંકોમાંથી મામુલી ધિરાણ મળે છે. આ મામૂલી રકમમાંથી ખેડુતો પોતાની ખેતીનો વિકાસ કરીને આધુનિક ટેકનોલોજી અપનાવીને વધારે પાક લઈને વિકાસ કરી શકે તેવી નહીવત સંભાવના હોય છે. જયારે વિવિધ ઉદ્યોગો માટે બેંકો માટે કરોડો રૂ.ની લોનો મળે છે. અનેઉદ્યોગ સ્થાપવામાં માટે ૨ લાખ હેકટર સુધી જગ્યા પણ ફાળવવામા આવે છે. ખેતીના ક્ષેત્રમાં રહેલી આવી વિસંગતતા મોદી સરકારમાં ધ્યાનમાં આવી છે. જેથી પહેલા નાના અને સીમાંત ખેડુતોને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, હરિયાણા અને ગુજરાતમાં દેશના કુલ મોટા ખેડુતોના ૦.૬% ખેડુતો વસી રહ્યા છે. આ તમામ ખેડુતોને હવે લઘુતમ યોજનાના લાભમાં હવે આવરી લેવામાં આવશે.
મદદ કરવાનો નિર્ણય કર્યા બાદ હવે મોટા ખેડુતોને મદદ કરીને ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવા નિર્ધારને પહોચી વળવા મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
દેશના રાજયવાર આંકડાઓનું પૃથ્થકરણ કરવામાં આવે તો પંજાબમાં કુલ ખેડુતોમાંથી ૫.૩% મોટા ખેડુતો વસી રહ્યા છે. રાજસ્થાનમાં ૪.૭% ખેડુતો, હરિયાણામાં ૨.૫% અને રાજયોમાં મોટા ખેડુતોની સંખ્યા ૧% થી ઓછી છે. રાજસ્થાનમાં મોટા ખાતેદારોની સંખ્યા પંજાબ અને હરિયાણા કરતા વધુ છે જોકે પંજાબ અને હરિયાણાના ખેડુતોની જેમ રાજસ્થાનના ખેડુતો સિંચાઈ અને આવકનો પરિણામ દાયી લાભ નથી લેતા દેશના કુલ ૮.૩% લાખ મોટા ખેડુતોમાં રાજસ્થાનમાં જ ૪૩% એટલે કે ૩.૬ લાખ મોટા ખેડુતો વસે છે. ૧૨ રાજયોમાં રહેલા મોટા ખેડુતોમાં સૌથી વધુ ૯૩%નો હિસ્સો રાજસ્થાન પાસે છે.
બીજી તરફ કેન્દ્ર શાસીત પ્રદેશ ગોવા સહિતના ૧૩ રાજયોમાં સિકકીમ, દિલ્હી ગોવા, ઉત્તર પૂર્વ ઉપરાંત નાગાલેન્ડ, અ‚ણાચલપ્રદેશમાં, સાર્વજનીક ધોરણે મોટી જમીનો આવેલી છે. તેલંગાણામાં ૯ હજાર, બિહાર અને હિમાચલ પ્રદેશમાં ૩-૩ હજાર કેરલમાં ૨ હજાર અને ઉતરાખંડ પશ્ચિમ બંગાળ અને જમ્મુ કાશ્મીરમાં એક એક હજાર મોટા ખેડુતો છે. વર્ષ ૨૦૧૫-૧૬માં વડાપ્રધાન કિશાન યોજનાનો લાભ માયે આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. સરકારે આ યોજનાનો લાભ વિસ્તૃત કરવા માટે ૨ હેકટરની લઘુતમ મર્યાદા હટાવીને તમામ ૧૪.૫ કરોડ ખેડુતોને વર્ષના ૬ હજાર રૂપીયાના રોકડ સહાયના ૨.૨ હજારનો ત્રણ હપ્તા માટે લાભાર્થીની વ્યાખ્યામાં સમાવી લેવામાં આવ્યા છે.
આ યોજનામાં ૨ કરોડ વધારાના મોટા ખેડુતોને લાભ મળશે. આ યોજનાની લાભાર્થીઓનાં પરિવારમાંથી કોઈ એક સભ્ય પૂર્વ અથવા વર્તમાનમાં ધારાસભ્ય સાંસદ મેયર, જીલ્લા પંચાયતના સભ્યો અથવા કોઈપણ બંધારણ્ય હોદા ધરાવતા હોય તો તેમની યાદી તૈયાર કરાવીને તેમને આ યોજનામાંના લાભમા બાકાત કરવામાં આવશે. ખેડુતો ઉપરાંત વર્ગ-૪ની નોકરી અથવા તો ડી કેટેગરીના કામદારો ૧૦ હજાર થી વધુનું પેન્શન અથવા તો ડોકટર, એન્જીનયર, ધારાશાસ્ત્રીઓ સએ જેવા ઈન્કમટેક્ષ વ્યવસાયકારોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
૩ કરોડ જેટલા ખેડુતો કે જેઓ ૨ હેકટરથી ઓછી જમીન ધરાવે છે. તેમને બીજો હપ્તો પહોચી ગ યો છે. આ યોજનાની અમલવારીમાં ચૂંટણીનો સમય ગાળો બાધક‚પ બન્યો હતો હવે ચૂંટણી પરી થઈ ગઈ છે.ત્યારે આ યોજનાના અમલની તૈયારીઓ સાથે સાથે વર્ષની હજાર રૂપીયાની રોકડ સહાયની આયોજન માત્ર નાના ખેડુતો સુધી જ સીમીત ન રાખીને આ યોજનાનો લાભ મોટા ખેડુતોને પણ આપવાનો આ નિર્ણય સિધ્ધાંતર નિર્ણય લઈ દેશના તમામ ખેડુતોને આર્થિક સહાય આપવામા આવશે.