આજે વૈશાખ વદ અમાસ, સોમવાર અને શનિ જયંતિનો શુભ સંયોગ થયો છે. એવું કહેવાય છે કે આજે શનિ મહારાજની શ્રધ્ધાપૂર્વક ઉપાસનાથી તમામ કષ્ટો શનિદેવ દૂર કરે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મંદિરોમાં આજે શનિજયંતીની ઉજવણી થશે.
ખાસ કરીને સોમવતી અમાસ હોય સોમનાથ, ઉના અને પોરબંદર નજીક શનિધામ હાથલા ખાતે ભકતોનું ઘોડાપૂર ઉમટશે શનિ મંદિરોમાં વહેલી સવારથી જ પૂજા-અર્ચન, ધ્વજારોહણ હવનના કાર્યકમો યોજાઈ રહ્યા છે. આ ઉપરાંત મહાપ્રસાદનો પણ બહોળી સંખ્યામાં ભાવિકો લેશે. લોકો શનિની પનોતી ઉતારવા શનિદેવને તેલ, અડધ, શ્રીફળ સીંદોર ચડાવી માનતા પૂરી કરશે. ઉપરોકત તસ્વીરમાં રાજકોટના જયુબેલી બાગમાં આવેલ શનિ મહારાજના મંદિરમાં ભકતોની લાંબી લાઈન લાગી છે. અને પુજા-અર્ચન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.