અમેરિકાની ટ્રમ્પ સરકારે વિઝાના નિયમોમાં ફેરફાર કરીને નિયમોની લાંબી યાદી બહાર પાડી છે. નવા નિયમો પ્રમાણે, હવે વિઝા મેળવવા માટે સોશયલ મીડિયા એકાઉન્ટનું નામ અને છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ પણ આપવો પડશે. નિયમ પ્રમાણે ટ્રમ્પ પ્રશાસન સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ પણ કરશે.