જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશશે, જુલાઇમાં નબળુ, પણ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદી હેલીની સંભાવના
પેસિફિક સમુદ્રમાં રહેલી અલ- નીનોની અસર જુલાઇમાં નહીંવત
જગતના તાત ગણાતા ધરતીપુત્રો માટે આનંદના સમાચાર ભારતીય હવામાન ખાતાએ આપ્યા છે. હવામાન ખાતાએ ગઈકાલે કરેલી આગાહી મુજબ સમગ્ર દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના વ્યકત કરી છે. પરંતુ ઉત્તર અને દક્ષિણ ભારતમાં ચોમાસુ સામાન્યથી થોડુ ઓછુ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. જુલાઈ માસમાં ચોમાસુ નબળુ રહેવાની જયાર પાછોતરી રીતે ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદી હેલી વરસાવવાની તથા ગુજરાતમાં જૂનના ત્રીજા માસમાં ચોમાસુ વિધિવત રીતે પ્રવેશેશે તેવી પણ આગાહી વ્યકત કરવામાં આવી છે.
ભારતના દક્ષિણ પૂર્વમાં આવેલા પેસીફીક સમુદ્રમાં બનતી અલ નીનોનીના કારણે સમુદ્રમાં ઉભી થતી ગરમીની ઘટનાથી ચોમાસુ નબળુ રહેતુ હોય છે. પરંતુ આ વર્ષે અલ નીનોની અસર જુલાઈ માસ બાદ સાવ નબળી પડી જવાની સંભાવના છે. જેથી ચોમાસાના પાછલા બે મહિનાઓ ઓગષ્ટ, સપ્ટેમ્બરમાં વરસાદી હેલી વરસાવવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.
દેશભરમાં આગામી વર્ષથી દક્ષિણ પશ્ચિમના ચોમાસાની સીઝન સામાન્ય રહેવાની સાથે લાંબા સમયગાળાની સીઝનનો ૯૬ ટકા જેવો વરસાદ વરસે તેવી શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. વર્ષ ૧૯૫૧થી ૨૦૦૦ સુધીનાં સમયગાળાનો વરસાદની સરેરાશ ૮૯ સે.મી. રહી છે. તેના ૯૬ થી ૧૦૪ ટકા જેવો વરસાદને સામાન્ય માનવામા આવે છે કે ૯૦ થી ૯૬ ટકા વચ્ચેનો વરસાદ સામાન્યથી ઓછો જયારે ૧૧૦ ટકાથી વધારે વરસાદને અતિવૃષ્ટિ તરીકે ગણવામાં આવે છે.
આગામી ચોમાસુ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ૯૪ ટકાની આસપાસ, મધ્ય ભારતમાં ૧૦૦ ટકાની આસપાસ, દક્ષિણ ભારતમાં ૯૭ ટકાની આસપાસ, જયારે ઉત્તર ભારતમાં ૯૧ ટકાની આસપાસ વરસાદ વરસવાની સંભાવના હવામાન ખાતાએ વ્યકત કરી છે.
હવામાન ખાતાનાં ઉત્તર પશ્ચિમ સબ ડીવીઝન દ્વારા ઉત્તર ભારતને કવર કરવામાં આવે છે. જયારે, મધ્ય ભારતના સબ ડીવીઝન દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ગોવા, ગુજરાત અને છતીસગઢ રાજયોને કવર કરવામાં આવે છે. ઉતર પૂર્વ ભારત સબડીવીઝન હેઠળ પશ્ચિમ બંગાળ, બિંહાર, ઓરિસ્સા , ઝારખંડ અને પૂર્વોત્તર રાજયોને કવર કરવામાં આવે છે. જયારે દક્ષિણ વિભાગના સબ ડીવીઝન દ્વારા દક્ષિણના પાંચેય રાજયો અને પુડુચેરીને કવર કરવામાં આવે છે.
દેશભરમાં સરેરાશ વરસાદની કરવામાં આવેલી આગાહી મુજબ જુલાઈ માસમાં ૯૫ ટકા, વરસાદ વરસવાની જયારે ઓગષ્ટ માસમાં ૯૯ ટકા વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. આ આગાહીમાં ૯ ટકા વતો ઓછો વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. પેસીફીક સમુદ્રમાં બનતી અલ નીનોની ગરમીની અસર જુલાઈ માસથી નબળી પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. કેરળમાં છઠ્ઠી જૂનથી વરસાદની વિધિવત રીતે પ્રવેશવાની સંભાવના પણ વ્યકત કરાય છે.