વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો વિરુધ્ધ પાકિસ્તાનના બોલરો મેચનું પરિણામ નકકી કરશે
વિશ્ર્વકપ પહેલા વેન્ટ ઈન્ડિઝે ન્યુઝલેન્ડ સામે ૪૨૧ રન ફટકાર્યા હતા. ટીમ દ્વારા તેમની પોતાની છેલ્લી ૧૦ માંથી ૪ વનડેમાં ૩૮૯, ૩૮૧, ૩૬૦ અને ૩૩૧ જેવા વિશાળકાય સ્કોર સ્કોરબોર્ડ ઉપર મુકયા છે. વેસ્ટ ઈન્ડિઝનો આત્મવિશ્ર્વાસ હાલ શીખર છે તો બીજી તરફ પાકિસ્તાનની ટીમ કે જેને છેલ્લી ૧૦ મેચી જીતનો સ્વાદ ચાખ્યો ની અને તેના બોલર્સ દ્વારા છેલ્લી ચાર વન-ડેમાં ૧૪૨૪ રન આપવામાં આવ્યા છે ત્યારે વર્લ્ડ ક્રિકેટમાં ગાંડા કાઢવા માટે જાણીતી આ બન્ને ટીમ ટ્રેન્ટ બ્રિજ ખાતે વર્લ્ડકપની બીજી મેચમાં એકબીજા સામે ટકરાશે.
પાકિસ્તાન માટે તેમની જો તાકાત ગણવામાં આવે તો તેની બોલીંગ અને તેના ત્રણ મજબૂત બેટ્સમેનો સામે આવ્યા છે. જેમાં બાબર આઝમ, ફકર જમાન અને ઈમામ ઉલ હકક કે જેઓએ છેલ્લા એક વર્ષમાં ૫૦ કરતા વધુની એવરેજી બેટીંગ કરી છે. આઝમ અને ઈમામ પાકિસ્તાન ઈનીંગ્સને સ્થીરતા આપશે જયારે જમાન પહેલા બોલી આક્રમક બેટીંગ કરશે. આ ત્રિપુટી પાકિસ્તાનની તાકાત માનવામાં આવે છે. જો વેસ્ટ ઈન્ડિઝ નવા બોલી વિકેટ લેવામાં સક્ષમ રહેશે તો તેમના માટે મેચ જીતવી સરળ થઈ જશે તેવું કહેવું વ્યાજબી છે.
વેસ્ટ ઈન્ડિઝમાં સાયહોક, હેટમાયર, ડેરેન ડ્રેવો, ક્રિશ ગેઈલ, આદ્રે રસલ જેવા ધુરંધર બેટ્સમેનો રહેલા છે જયારે બોલીંગમાં ઓસેન થોમસ, કેમર રોચ જેવા ઘાતક બોલરો પણ છે કે જે પાકિસ્તાન ટીમને હંફાવી શકવા સક્ષમ છે. ત્યારે પાકિસ્તાનમાં મોહમદ આમીર, સાહીન આફ્રિદી જેવા બોલરો પણ પોતાનું ઉચ્ચસ્તરીય પ્રદર્શન કરી વેસ્ટ ઈન્ડિઝ ટીમને દબાવમાં રાખશે તો નવાઈ નહીં. ત્યારે વિશ્ર્વકપનો આ બીજો મેચ કે વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે રમાવા જઈ રહ્યો છે તે ખૂબજ રોમાંચક બની રહેશે.