કાશ્મીરમાં ઘૂસીને અશાંતિ ફેલાવવાના આતંકી ષડયંત્રને નિષ્ફળ કરતી સેના
કાશ્મીરમાં મંગળવારે માછીલ વિસ્તારમાં મોડી રાત્રે બે સંદિગ્ધ આતંકવાદીઓ દ્વારા ભારતની સીમાનો પ્રયત્ન કરાયા બાદ એક આતંકી ઠાર મરાયો હતો. અને એક ભાગી છૂટયો હતો. ત્યારે આજે જમ્મુ કાશ્મીરમાં નૌગામ ખાતે ફરીથી ત્રણ આતંકીઓએ ઘૂસવાનો પ્રયત્ન કરતા સેના દ્વારા તેમને ઠાર મરાયા હતા તેમજ એક જવાન શહિદ થયો હતો.
ઘૂસી આવેલા આતંકીઓ અને સેના વચ્ચે ઝડપ ચાલી હતી આ દરમ્યાન સુરક્ષા જવાનો દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હતુ જેમાં ત્રણેયને સેના દ્વારા ઠાર મરાયા હતા. જયારે આ મુઠભેડમાં સેના ના એક જવાને શહીદી વ્હોરવાનો વારો આવ્યો હતો.
ઠાર મરાયેલા ત્રણેય આતંકીઓને ઓળખવા માટે સુરક્ષા જવાનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ તેમની પાસેથી કોઈ હથીયાર કે જીવલેણ સામગ્રી મળી આવ્યા નથી. તેમજ આ આતંકીઓ વારંવાર દેશની સરહદમાં કોના ઈશારે ઘૂસી રહ્યા છે. તેમજ તેમને ઘૂસાડવામાં સ્થાનિકોની સંડોવણી છે કે કેમ તે બાબતની જાણકારી મેળવવા સેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.