મુંબઇના પેઇન મેનેજમેન્ટ તબીબ ડો. અતુલ શાહ ખાસ સેવા આપશે: કેમ્પમાં દર્દીઓને લેબોરેટરી, એકસ-રે, સી.ટી. સ્કેન તથા દવાઓ રાહત દરે અપાશે:નામ નોંધણી ફરજિયાત: સેવાભાવીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સૌરાષ્ટ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ અને હેલ્થ કેર ફાઉન્ડેશન દ્વારા આગામી તા. ૨-૬ ના રોજ રવિવારે નિ:શુલ્ક સર્વરોગ
નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.લાયન્સ રાજકોટ આવકારના પ્રેસીડેન્ટ લા. શૈલેષભાઇ શાહ અને ન્યુરોસર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા અનુસાર શિવાનંદ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ (રપ જયંત કે.જી. સોસાયટી આનંદ બંગલા ચોક, મવડી રોડ, રાજકોટ) ખાતે આગામી તા. ૨-૬ ને રવિવારે સવારના ૯ થી ૧ વિના મૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં શહેરના સુપર સ્પેશીયાલીસ્ટ તબીબો વિના મૂલ્યે તપાસ કરશે તથા જરુરીયાત મુજબની દવા પણ વિના મૂલ્યે આપવામાં આવશે. તેમજ લેબોરેટરી એકસ-રે સીટી સ્ટેશન વિગેરે રાહત દરે કરી આપવામાં આવશે.
આ કેમ્પમાં ન્યુરો સર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદી તથા ડો. પુનીત ત્રિવેદી, યુરોસર્જન ડો. સુશીલ કારીયા, પ્લાસ્ટીક સર્જન ડો. ભૌમિક ભાયાણી, કાર્ડીયોલોજીસ્ટ ડો. જગદીશ ધકાણ, ફીઝીશ્યન ડો. રાજીવ મીશ્રા, નયુરો ફીઝીશ્યન ડો. સુધીર શાહ, ઓર્થોપેડીક સર્જન ડો. નીતીન રાડીયા, કાન-નાક, ગળાના નિષ્ણાંત ડો. ઉમંગ શુકલ તથા ડો. ચંદ્રકાન્ત ચોકસી, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. પ્રતિક્ષા દેસાઇ, ડો. હિના પોપટ, શ્ર્વેતા ત્રિવેદી, જનરલ સર્જન ડો. સુનીલ પોપટ તથા ડો. બંકીમ થાનકરૂ, આંતરડાના રોગના નિષ્ણાંત ગેસ્ટ્રોલોજીસ્ટ ડો. ગજેન્દ્ર ઓડેદરા, ચાઇલ્ડ સ્પેશીયાલીસ્ટ ડો. ધર્મેશ ઓઝા, ડો. મહેશ મહેતા, સ્કીન સ્પેશીયાલીસ્ટ ડો. કેનીથ પટેલ, ઓર્થોડોન્ટીકસ ડો. અનિશ કારીયા, મુંબઇથી પેઇન મેનેજમેન્ટના નિષ્ણાંત ડો. અતુલ શાહ ખાસ સેવા આપશે. વિના મૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી નામ નોંધાવવું જરુરી છે. નામ નોંધાવવા માટે સવારના ૯ થી સાંજના ૭ સુધીમાં ૦૨૮૧ ૨૩૬૫૦૦૫ અથવા મો. નં. ૯૭૧૪૫ ૦૧૫૦૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. કેમ્પમૉ દર્દીએ પોતાના જુના રીપોર્ટ ફાઇલ સાથે રાખવા જરુરી છે.
લાયન્સ કલબ તથા ટ્રસ્ટના પ્રયત્નથી રૂ ૨૦૦/- માં સ્પેશીયલ હેલ્થ કાર્ડ દર્દીને આપવામાં આવશે. જેના થકી સમગ્ર વર્ષ દરમ્યાન દર્દીઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ દરેક ડોકટર્સની સેવા વિના મુલ્યે લઇ શકશે. કેમ્પના આયોજન માટે લાયન્સ કલબ આવકારના શૈલેષભાઇ શાહ, શબ્બીર લોખંડવાલા, ડોલરભાઇ કોઠારી, તથા સંજયભાઇ જોષીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.