રાજયમાં સૌ પ્રથમ વખત રામકૃષ્ણ આશ્રમમાં બોર્ડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
સ્વામી નિખિલેશ્વરાનંદજી અને જૈન ધર્મના આચાર્ય યશોવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબે હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો
નેમ આર્ટસ કલ્ચરલ કનેકટ અને રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સંયુકત ઉપક્રમે ગુજરાતભરમાં પ્રથમ વખત યોજાયેલા ધો.૧૦ અને ૧૨ બોર્ડના નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામા આવ્યો હતો.જેમાં સ્વામી નિખિલેશ્વરાનંદજી, આચાર્ય યશોવિજયસૂરીશ્વરજી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમના સંચાલન આયોજક સંસ્થા નેમ આર્ટસ કલ્ચરલ કનેકટના સ્થાપક મનીષભાઈ અને ગૌરવભાઈ દોશી પણ હાજર રહ્યા હતા નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું સ્વામી વિવેકાનંદના પુસ્તકો પ્રેરણાદાયી સૂત્રો ધરાવતું ડેસ્ક કેલેન્ડર, ફુલસ્કેપ બુક અને યશોવિજયસૂરીશ્વરજીના પુસ્તક પોલીસી ભેટ આપી સન્માન કરાયુંં હતુ.
સ્વામી નિખિલેશ્વએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, નેમ આટર્સ કલ્ચર કનેક્ટ અને રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સંયુકત ઉપક્રમે ધો.૧૦ અને ૧૨માં નાપાસ થયા હોય એવા વિદ્યાર્થીઓનું જાહેરમાં સન્માન કરાયુંં તેનો હેતુ એજ છે કે આપણે પરીક્ષા પધ્ધતી બરાબર નથી અને માત્ર ૩ કલાકમાં સમગ્ર જ્ઞાનની ચકાસણી કરાય છે. વિદ્યાર્થીઓના મગજમાંથી હતાશા નિરાશા દૂર થાય અને હવે પછી ભવિષ્યમાં કઈ રીતે પડકાર જીલવા તે માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
નેમ આટર્સ કલ્ચર કનેકટના મનીષ પારેખે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, અમારી સંસ્થાનો મૂળ હેતુ સમાજમાં કલ્ચર કે અન્ય બાબતોની વિદ્યાર્થીઓની આર્થિક કે સામાજીક સમસ્યામાં અમો કેવી રીતે સેતુ બની શકીએ ખાસ તો વિદ્યાર્થીઓને પરિણામનો સમય નજીક આવે ત્યારે આપઘાતની ઘટનાઓ વધુ બને છે.
તો તેનું કારણ શું? તેના પર અમોએ ફોકસ કર્યું જેમાં અત્યારે ટકાવારી વધી રહી છે. એક વર્ષ અભ્યાસ બાદ ત્રણ કલાકમાં પરીક્ષા આપવાની હોય છે. તો આવા ઘણા બધા કારણો છે જેના લીધે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે તો ઘણા ખરા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોય છે. તો આવા કિસ્સા ન બને તે હેતુથી નાપાસ વિદ્યાર્થીઓનાં સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો.
વિદ્યાર્થીની પાર્થવી પંડયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, જયારે હુ રામકૃષ્ણ આશ્રમની મુલાકાતે આવુ છુ ત્યારે મને ખૂબજ પ્રેરણા મળે છે. જયારે પણ આવું ત્યારે કંઈકને કઈક શીખીને જાઉ છું સ્વામીજી જે માર્ગદર્શન આપે છે. તેનાથી અમને આગળ વધવાની પ્રેરણા મળે છે. હું ભલે નાપાસ થઈ અત્યારે પણ ભવિષ્યમાં કંઈક કરી બતાવીશ.