શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે.
જેમાં આજે મહાપાલિકાની વોર્ડ નં. ૦૯ની ટીમ દ્વારા શહેરમાં શિવપરા વિસ્તારમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ગેરકાયદેસર નળ કનેક્શન કરતા ૧૨ આસામીઓને ત્યાંથી ૧૫ કનેક્શન મળી આવતા તમામ ગેરકાયદેસર નળ કનેક્શન કપાત કરવામાં આવ્યા હતા.
વોર્ડ નં. ૦૯ માં ગેરકાયદેસર નળ કનેક્શન કરતા આસામીઓમાં રમેશભાઈ ભરડવા, શિવપરા-૨, રઘુભાઈ બોળીયા, દેવાભાઈ સભાડ, રાહાભાઈ સભાડ, રજાભાઈ સભાડ, બાલાભાઈ સભાડ, સાજીદભાઈ આક્બની, સમીરભાઈ આક્બની, લલીતાબેન વાઘેલા, નાનજીભાઈ ધોળકિયા, અને ધરમશીભાઈ વાવેશા, ૧ ઇંચનું નળ કનેક્શન મળી આવેલ છે. કુલ ૧/૨ ઈંચના ૦૭ અને ૧ ઈંચના ૦૮ આમ, કુલ ૧૫ ગેરકાયદેસર નળ કનેક્શન કપાત કરવામાં આવ્યા હતા.