ગત બજેટમાં સ્વભંડોળમાં ૧૪ શાખાઓ માટે રૂ. ૩૧૭૯ લાખ ફાળવાયા, મે મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં એક પણ કામ શરૂ ન થયું
જીલ્લા પંચાયતની આગામી ૧૯મીએ સામાન્ય સભા યોજાવાની છે. જેમાં મનરેગાનું બજેટ પણ રજુ થવાનું છે. ઉલ્લેખનીય છે કે ગત બજેટમાં સ્વભંડોળરમાં ૧૪ શાખાઓ માટે રૂ ૩૧૭૯ લાખ ફાળવવામાં આવ્યા છે. જો કે મે મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં એક પણ કામ કરાયું ન હોવાનું જાણવા મળ્યું છે.
આચારસંહિતા હટયા બાદ જીલ્લા પંચાયતમાં તુરંત જ શિક્ષણ સમીતીની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. બાદમાં હવે આગામી ૧૯મીએ સામાન્ય સભા યોજાવાની છે જેમાં મનરેગાનું બજેટ પણ રજુ થવાનું છે. આ બજેટમાં ૧૧ તાલુકામાં લેબ માટે રૂ ૧૧૮૬.૫૩ લાખ મજુરીના સાધનો માટે રૂ ૯૩૧.૫૩ લાખ, મટીરીયલ્સ માટે રૂ ૨૫૫ લાખ અને માનવદિન સહાય માટે રૂ ૪.૮૦ લાખ ફાળવવામાં આવશે.
જીલ્લા પંચાયતના અનેક સભ્યો ભાજપમાં ગયા છે ત્યારે આ સામાન્ય સભાનાં પ્રશ્નોતરી રાઉન્ડમાં હોબાળો સર્જાય તેવી ભીતી પણ સેવાઇ રહી છે. અગાઉ મંજુર થયેલા બજેટમાં સ્વભંડોળમાં ૧૪ શાખા માટે રૂ ૩૧૭૯.૨૨ લાખ ફાળવવામાં આવ્યા હતા હાલ મે મહિનો પૂર્ણતાના આરે છે તેમ છતાં આ રકમમાંથી એક પણ કામ કરવામાં આવ્યું નથી.