રંગીન મિજાજી યુવકના માતા, ભાઈ અને પાડોશીએ બે પુત્રીની માતાને મારમારી જાતી પ્રત્યે કરી અપમાનીત
રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ રોડ પર રહેતી ધરાર પત્નીએ રંગીન મિજાજી યુવકે દુષ્કર્મ આચર્યા અને માતા પુત્ર અને પાડોશી મહિલાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના જમનાવડ રોડ પર આવેલી વૈશીવવાડી પાસે રહેતી ભાવનાબેન માધાભાઈ રાઠોડ નામની પરિણીતાએ કપીલ ભરત ભીમોજા, અનેતેના ભાઈ સુનિલ ભરત ભીમોજા, માતા લતાબેન તેમજ પાડોશી કવિતાબેન સહિત શખ્સો સામે દુષ્કર્મ આચરી અને મારમારી જાતી પ્રત્યે અપમાનીત કર્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભાવનાબેન પતિ સાથે મોટી મારડથી ધોરાજી ખાતે રહેવા આવી હતી ત્યારે પાડોશમાં રહેતા કપીલ ભીમોની સાથે આંખ મળી જતા ભાવનાબેનને પતિ સાતે માથાકૂટ થતા પતિ માધાભાઈ બે પુત્રી સાથે મોટી મારડ ખાતે પરત ન આવ્યા હતા અને પત્ની ભાવનાબેન પ્રેમી કપીલ લોહાણાના ઘરમાં બેસી ગઈ હતી. અને કપીલ અને ભાવના વગર લગ્ને પતિ પત્નિની જેમ રહેતા હતાને ભાવના કપીલને લગ્ન કરવા દબાણ કરતી હતી કપીલ લગ્ન ન કરતા અંતે ભાવનાએ રંગીન મિજાજી કપીલ સામે દુષ્કર્મ આચર્યાની અને તેની માતા અને ભાઈ તેમજ પાડોશી મહિલાએ મારમારી અને જાતી પ્રત્યે અપમાનીત કર્યાનું જણાવ્યું છે. પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ એસી એસટી સેલના સ્ટાફ ચલાવી રહ્યા છે.