પૂ.બાપુને ભારત સાધુ સમાજનાં રાષ્ટ્રીય અધ્યક્ષની પદવી મળી
મુખ્યબજારમાં હાથીની અંબાડી ઉપર બેસાડી, સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી: સાધુ-સંતો-મહંતો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
તોએ મુકતાનંદજીબાપુને ભારત સાધુ સમાજનાં રાષ્ટ્રીય અધ્યક્ષની પદવી મળતાં જે તાલુકાની જનતાને બહુ ગૌરવની લાગણી થયેલ જે બાબતે તાલુકાની જનતાને વિચાર આવ્યો કે આવી મોટી પદવી બાપુને પ્રાપ્ત થયેલ હોય અને પૂજય બાપુનું પ્રાગટય આપણાં જ તાલુકામાં થયેલ હોય તો તે બાબતે ખુબ ધન્યતા પ્રાપ્ત થાય છે. વિસાવદરની તમામ સંસ્થાઓને બોલાવી મીટીંગનું આયોજન કરી અને પૂજય બાપુનું સન્માન કરવું તેવો પ્રસ્તાવ મુકયો અને છેલ્લા એક મહિનાથી તમામ સંસ્થા, સમાજો ખુબ ભાવપ્રેમથી કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી રહ્યા હતા.
ગત રવિવારનાં રોજ વિસાવદરની મુખ્ય બજારમાં પૂજય બાપુનું હાથીની અંબાડી ઉપર બેસાડીને, ૫-બગી, ૬ ખુલ્લી જીપ સાથે વિસાવદરમાં કયારેય ન થયેલ હોય એવી શોભાયાત્રા નિકળેલ જેમાં તમામ સમાજનાં ભાઈઓ, બહેનો, બાળકો જોડાયેલ. ગામે સ્વયંભુ બંધ રાખીને વેપારીઓ પણ જોડાયેલ અંદાજીત પાંચ હજારનાં સમુદાય સાથે શોભાયાત્રા મેઈન બજારમાંથી નિકળેલ. ઠેક-ઠેકાણે પુષ્પવૃષ્ટિ ભાવિક ભકતાએ કરેલ. પોલીસ બેન્ડ સાથે શોભાયાત્રામાં સેવાભાવી સંસ્થાઓ, સમાજનાં લોકો દ્વારા ઠંડા પીણાની સુંદર વ્યવસ્થા કરેલ. વિસાવદર તાલુકાની ૧૩૦ સંસ્થાઓ દ્વારા મોમેન્ટ, તલવાર, શીલ્ડ વગેરે આપી બાપુનું ભવ્ય સન્માન કરેલ.
આ પ્રસંગે શારદાપીઠ દ્વારકાથી સદાનંદ સરસ્વતી મહારાજ, પરબધામથી કરશનદાસબાપુ, ભારતીબાપુ, પૂજય વલકુબાપુ, ચલાલાથી શેરનાથબાપુ ગૌરક્ષનાથ આશ્રમ જુનાગઢથી, જેન્તિરામબાપા પુરણધાર ધુનડાથી, વિજયબાપુ સતાધારથી, મહામંત્રી સાધુ સમાજ, કેશવાનંદબાપુ દ્વારકાથી તેમજ અનેક સંતો પધારેલ તેમજ સમાજ અગ્રણીઓ, રાજકીય મહાનુભાવો અને જનસમુદાયી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
મુકતાનંદબાપુએ જણાવેલ કે, ભારત જગદગુરુ શંકરાચાર્યનાં આશીર્વાદ અને તેમની પ્રેરણાથી બે ગામના નવી શાળા ‚મો બાંધશે. સાધુ સમાજ દ્વારા આ તાલુકામાં નવ ગામોમાં પ્રાર્થનાખંડ બાંધી આપવામાં આવશે જેનો ખર્ચ રૂ.૫૧ લાખ થશે. તેની જાહેરાત કરવામાં આવેલ. આગળનાં કાર્યક્રમમાં ૨૦ ગામોમાં શિક્ષણને લગતી શાળાનાં રૂમો, પ્રાર્થનાખંડ બાંધી આપવામાં આવશે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગીજુભાઈ ભરાડ તેમજ આનંદધારા પ્રોજેકટનાં ડાયરેકટર ડો.નલીન પંડિત ખાસ ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્માનંદધામનાં તમામ વ્યવસ્થાપક, દરેક ગામ સંસ્થાનાં યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સન્માન સમારોહમાં કાર્યક્રમનું સફળ સંચાલન વી.કે.મહેતા, પ્રિન્સીપાલ બ્રહ્માનંદધામ, ભરતભાઈ મેસીયા જિ.શિ.અને તાલીમ ભવન જુનાગઢ તેમજ રમણીકભાઈ એન.ગોહેલ આચાર્ય ક્ધયાશાળા વિસાવદર દ્વારા કરવામાં આવેલ.