ચૂરા કે દિલ મેરા ગોરીયા ચલી… આજે શિલ્પા શેટ્ટીનો બર્થડે

બાઝીગરથી, બોલીવૂડમાં એન્ટ્રી લેનારી શિલ્પા અત્યારે પાકકી બિઝનેશ વૂમન અને યોગની પ્રચારક બની ગઈ છે.

બોલીવૂડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીનો આજે ૮મી જૂનન રોજ ૪૨મો બર્થ ડે છે. ફિલ્મ નબાઝીગરથથી બોલીવૂડમાં એન્ટ્રી લેનારી શિલ્પા અત્યારે પાકકી બિઝનેશ વુમન અને યોગની પ્રચારક બની ગઈ છે.

શિલ્પા શેટ્ટીની જન્મ તારીખ ૦૮ જૂન ૧૯૭૫ના રોજ મેંગલોરમાં થયો હતો. શિલ્પાના નામે ભલે કોઈ સુપરડુપર હીટ ફિલ્મ ન બોલતી હોય પરંતુ તે પોતાની ઉંચાઈ અને કમનીય કાયાને કારણે બોલીવૂડમાં અલગ પહેચાન તો બનાવી જ શકી છે. ફિલ્મ બાઝીગરથી ડેબ્યુ કર્યા બાદ શિલ્પાએ ફિલ્મ નધડકનપમાં અભિનય થકી વિવેચકો અને દર્શકોની દાદ મેળવી હતી.

શિલ્પા શેટ્ટી નિયમિત રીતે યોગ કરે છે. તે પોતાના સ્લિમ એન્ડ ટ્રિમ ફિગરનો શ્રેય યોગને આપે છે. યોગ ગુ‚ બાબા રામદેવ સાથે પણ તેને ધરોબો છે.

શિલ્પા એક પુત્રની મમ્મી છે. અત્યો તેના હાથ પર કોઈ ફિલ્મ તો નથી પરંતુ તે ઘરી પ્રોડકટ્સને એન્ડોર્સ કરી રહી છે. બોલીવૂડમાં શિલ્પાને બધા સાથે સારાસારી છે. એટલે તેને ઓફર્સ મળતી રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે-શિલ્પા શેટ્ટી અને અક્ષયકુમાર ફિલ્મ નમેં ખિલાડી તુ અનાડીથથી ખૂબ નજીક આવી ગયા હતા. બંનેએ સગાઈ કરી લીધી હોવા સુધીની વાત ચગી હતી. જો કે, અત્યારે બંને સારા મિત્રો છે.

ફિલ્મ શૂલનું આઈટમ સોંગ નદિલવાલો કે દિલ કા કરાર લૂટને મેં આયી હું યુ.પી -બિહાર લૂટનેથ જયારે જયારે સંભળાશે ત્યારે ત્યારે શિલ્પા શેટ્ટીના ઠુમકાં યાદ આવશે… હેપ્પી બર્થ ડે ટુ શિલ્પા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.