એ.વી.પારેખ ટેક્નીકલ ઇન્સ્ટીટ્યુટ (એવીપીટીઆઇ) દ્વારા ગુજરાતમા સૌપ્રથમ વખત તેના અને ગુજરાતભરના વિદ્યાર્થીઓની કારકિર્દીને સર્વશ્રેષ્ઠ સ્ટાર્ટઅપ આપવા યુરોપની વિવિધ મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા વિનામુલ્યે મેગા પ્લેસમેન્ટ યોજાયું હતું. જેમાં ૭૦થી વધુ વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ જે હવે તેની કારકિર્દીને વિદેશમાં ઘડી નવો ઓપ આપશે.
આ અંગે એવીપીટીઆઇના પ્રિન્સીપાલ ડો. એ.એસ.પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અહિં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દેશની ટોચની એમએનસી કંપનીઓ દ્વારા કેમ્પસ જોબ પ્લેસમેન્ટ અપાયા છે. છેલ્લા ચાર વર્ષમાં ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ નોકરી મેળવી છે.
ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ વખત રાજકોટમાં એવીપીટીઆઇ સરકારી સંસ્થા દ્વારા યુરોપની કંપનીઓ જેવીકે અસ્ટ્રા રેલ ઇન્ડસ્ટ્રી, કોમેલ્ફ એસ. એ. અને જેસીએમ ક્ધસ્ટ્રક્શન એસ આર એલમાં એન્જીનિયરોની જરૂરિયાત ઉભી થઇ હોવાથી વિવિધ પોસ્ટ માટે પ્લેસમેન્ટયોજાયું હતું. જેમાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ૭૦ થી વધુ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા. જેમાં આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા વિદ્યાર્થીઓને ૫ થી ૯ લાખના પેકેજ, વિઝા, ટીકિટ, રહેવા-જમવાની સગવડ વગેરે અપાયા હતા.