પડધરીના મેટોડાની ખેતીની જમીનમાં વારસદારે પોતાના હિસ્સો મેળવવા માટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરી મનાઇ હુકમની માંગણી કરી હતી
રાજકોટ પડધરી તાલુકાના મેટોડા ગામની ખેતીની જમીનમાં વારસાઇ હુકમ મુજબ હિસ્સો મળી ગયેલો હોવા છતાં વધુ રૂપિયા પડાવવા ખોટી તકરાર ઉભી કરી હંસાબેન ડાયાભાઇ મકવાણાએ સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરી મનાઇ હુકમની કરેલી માંગણીને સીવીલ કોર્ટુે ફગાવી દીધી હતી.
આ કેસની વિસ્તૃત એવી છે કે પડધરીના મેટોડા ગામે ધનીબેન કાનાભાઇ વા-ઓ. ડાયાભાઇ ધનાભાઇના સ્વતંત્ર નામે ખેતીની જમીન હે.આરે. ૧-૬૧-૯૪ ચો.મી. આવેલી આ જમીન તેઓએ સોમાભાઇ ભાણાભાઇ મકવાણાને રજી. દસ્તાવેજથી વેચાણ આપેલ હતી. બાદ ધનીબેનના પુત્રી હંસાબનેને રાજકોટ સીવીલ કોર્ટમાં જમીનમાં અમારો વારસાઇ હકક આવેલો છે.
તેવી તકરાર ઉભી કરી સદરહું ખેતીની જમીનમાં વાદીનો ૧/૬ નો હિસ્સો છે તેવુ વિજ્ઞાપન કરી આપવા તેમજ માતા ધનીબેન તેમજ જમીન ખરીદનાર સોમાભાઇ સદરહું ખેતી જમીનની સ્થળ સ્થિતિમાં ફેરફાર કરે નહી કે કરાવે નહી તેમજ કોઇપણ પ્રકારે ટ્રાન્સફર કરાવે નહી અને યથાવત પરિસ્થિતિ જાળવી રાખે તેવો દાવો ચાલતા સુધીનો વચગાળાનો મનાઇ હુકમ આપવા માંગણી કરી હતી.
જમીન વેચનાર ધનીબેન વતી તેમના એડવોકેટ રજુઆત કરેલી કે, સદરહું જમીનમાં પુત્રી એ વારસાઇ હકક માંગેલા છે. પરંતુ સરદહું ફકત ને ફકત અમો ધનીબેનના ખાતે આવેલી છે. અને હંસાબેનને વાધેદારને વારસાઇ હકક મુજબ થતી રકમ રોકડેથી ચુકવી આપેલી છે છતાં વધુ રકમ પડાવવા કાવાદાવા કરી રહેલા છે. જયારે જમીન ખરીદનાર સોમાભાઇના એડવોકેટ રાજેન્દ્રસિંહ ઝાલાએ એવી રજુઆત કરેલી કે હંસાબેનનું રેવન્યું રેકર્ડમાં નથી અને માલીકી હોવાનો કોઇ પુરાવો પણ નથી.
આમ કાયદાના પ્રંબંધો મુજબ વાદીની માલીકી રીલીઝ થયેલી ગણાય. વારસદારને પોતાના હિસ્સા મુજબની રકમ મળી રહેલ છે તેવું સોગંદ ઉપર જાહેર કરું છું. જમીન ખરીદનાર બોનાફાઇડ પરચેઝર હોય સીવીલ કોર્ટે આ દલીલો માનય રાખી હંસાબેનની મનાઇ હુકમની માંગણી રદ કરવાનો હુકમ છે.આ કેસમાં ધનીબેન વતી એડવોકેટ દિલીપભા જોશી તથા સોમાભાઇ વતી એડવોકેટ દિપકકુમાર મહેતા તથા રાજેન્દ્રસિંહ ઝાલા રોકાયેલ હતા.