બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ, કિર્ગીસ્તાન, મોરેશિયસ સહિતના દેશો જોડાશે
૧૭મી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળના શપથ ગ્રહણ સમારોહમાં છ પાડોશી દેશોને સામેલ કર્યા છે. જેમાં નાપાક પાકિસ્તાનની બાદબાકી પણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૩૦મી મેના રોજ શપથ ગ્રહણ કરશે જેમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ, ભુતાન, કિરગીસ્તાન, મોરેસીયસ સહિતના દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર બિનસ્ટેકમાં સામેલ તમામ છ દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના બે સુપર સ્ટાર કમલ હાસન અને રજનીકાંતને પણ કાર્યક્રમમાં પણ આમંત્રીત કરાયા છે. આ કાર્યકાળમાં એનડીએ સરકારે પાકિસ્તાનને શપથ ગ્રહણ કાર્યક્રમથી દુર રાખવા સાર્ક દેશોને આમંત્રણ આપવામાં આવ્યું નથી. મોદીએ ૨૦૧૪માં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સહિતના સાર્ક નેતાઓને શપથ ગ્રહણમાં આમંત્રણ આપ્યું હતું. આ નિર્ણયને લઈ ભારતે સંકેત આપ્યા છે કે, પાકિસ્તાન તેની નીતિઓ નહીં બદલે ત્યાં સુધી ભારત વાટાઘાટો માટે તૈયાર નથી. જો કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારના રોજ વડાપ્રધાન મોદીને ફોન કરી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
અગાઉ એવી પણ અટકળો સામે આવતી હતી કે, અમેરિકા, જાપાન, ચીન અને રશિયા જેવા મોટા દેશોના નેતા શપથ ગ્રહણ કાર્યક્રમમાં આવી શકે છે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ બેન્ઝાન્મીન નેતાન્યાહુને પણ આમંત્રીત કરવામાં આવ્યા હતા પરંતુ તેમની સાથે આરબ જગતના નેતાઓને પણ બોલાવવા પડત આ ઉપરાંત ફ્રાન્સના પ્રમુખને આમંત્રણ અપાય તો બ્રિટન કે જર્મનીના નેતાને અલગ રાખવાનું કોઈ કારણ ન હતું. જયારે રમઝાન હોવાથી અન્ય મધ્ય દેશોના નેતાઓને આમંત્રીત નથી કરાયા પરંતુ એ વાત સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીએ તેમના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનને બાકાત રાખવાની એ વાત સ્પષ્ટ કરી છે કે નાપાક પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી તેની સાથે કોઈપણ મુલાકાત કે મંત્રણા કરવામાં આવશે નહીં.
૨૦૧૯ની શપથ વિધિ સમારોહમાં ભારતની રણનીતિમાં બદલાવ લાવવામાં આવ્યો છે અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને બાકાત રાખી ભારતે ત્રાસવાદ વિરોધી ગતિવિધિઓ પર પોતાનું વલણ સ્પષ્ટ કરી પાકિસ્તાન સાથે સંબંધની એક લક્ષ્ય રેખા તાણી લીધી છે. ૨૦૧૪ દરમિયાન નરેન્દ્ર મોદીને નવાઝ શરીફે બીજા દેશો સાથે સંબંધો સુધારવામાં વ્યક્તિગત રીતે બન્ને નેતાઓએ ઉદાર વલણ અપનાવ્યું હતું.
પરંતુ પાકિસ્તાને આતંકવાદી હુમલાનો દૌર ચાલુ રાખી આ પ્રયાસો પર પાણી ફેરવી દીધું હતું. શપથવિધિ કાર્યક્રમમાં પાકિસ્તાનને આમંત્રણ ન આપવાની નિર્ણયથી સરકારે નાપાક આતંકવાદી ગતિવિધિઓના પગલે પાકિસ્તાન સાથે કોઈ સંબંધ ન રાખવાનો મત સ્પષ્ટ કરી દીધો છે. સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના ચેરમેન, કિરગીસ્તાનના પ્રમુખ, મોરેશીયસના વડાપ્રધાન અને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના અતિથિ વિશેષની વડાપ્રદાન પોતે હસ્તાક્ષણ કરી નિમંત્રણ મોકલ્યું છે.
શપથવિધિ સમારોહના પ્રોટોકોલના ચિફ નાગેશસિંહે તમામ પાડોશી સાથે દેશોના રાજદૂતો સાથે બેઠક કરી આ તમામ આમંત્રીત દેશોના અધ્યક્ષોને નિમંત્રીત કર્યા છે. બાંગ્લાદેશના પ્રમુખ અબ્દુલ હમીદ ખાસ હાજરી આપશે. અગાઉ ૨૦૧૪માં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પ્રસંગ ચુકી ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજો શપથ વિધિ સમારોહ ૨૦૧૪ જેવો જ કરવામાં આવ્યો છે. મહેમાનોના આગમન બાદ બે પ્રવચનો અને નરેન્દ્ર મોદી અને મંત્રીઓના શપથ બાદ વિદેશી મહાનુભાવોનું ફોટો સેશન્સ અને ગ્રુપ ફોટો થશે જયારે રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ મંત્રણા કરવા નહીં આવે ત્યારબાદ શપથવિધિનો આ કાર્યક્રમ લોક તાંત્રીક ઉત્સવ બની રહે તે માટે આ દિવસો કોઈપણ પ્રકારની મંત્રણા કે બેઠક નહીં થાય. બીજા દિવસે વિદેશી નેતાઓ સાથે વડાપ્રધાનની ટૂંકી બેઠકો અને મંત્રણાનું આયોજન કરવામાં આવ્યું છે.