સર્વેમાં બાંગ્લાદેશ, કેન્યા, ઘાના અને પાકિસ્તાનની નદીઓ સૌથી વધુ પ્રદુષિત હોવાનું આવ્યું સામે: લંડનની ટેમ્સ નદીમાં ૧ લીટર પાણીમાં ૨૩૩ ગ્રામ એન્ટીબાયોટીકનું જોવા મળ્યું પ્રમાણ
માનવ શરીર માટે એન્ટીબાયોટીકની દવા ખુબજ ખરાબ માનવામાં આવે છે. એન્ટીબાયોટીક દવાઓનું સેવન કરવાથી શરીરને અનેકવિધ પ્રકારે તકલીફનો સામનો કરવો પડે છે અને તે એન્ટીબાયોટીકનું નિકાલ પણ સરળતાથી થતો નથી જેના કારણે માનવ શરીરમાં ઉદ્ભવીત થતી અનેકવિધ સમસ્યાઓનું મુખ્ય કારણ એન્ટીબાયોટીક માનવામાં આવે છે પરંતુ લોકો જાગૃત ન હોવાના કારણે તેઓને કેટલાક પ્રમાણમાં તેનું સેવન કરવું તે ખ્યાલ આવતો નથી. ત્યારે એવી જ રીતે વિશ્ર્વની નદીઓ પણ એન્ટીબાયોટીકથી ભયંકર પ્રદુષીત થતી જોવા મળી રહી છે.
સર્વેમાં એક લીટર નદીના પાણીમાં ૨૩૩ ગ્રામ એન્ટીબાયોટીકનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જેના કારણે નદીઓ હાલ ખૂબજ મોટી માત્રામાં પ્રદુષિત થઈ ગઈ હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે. વિશ્વની નદીઓમાં એન્ટીબાયોટીક દવાઓનું પ્રમાણ કેટલા સ્તરે વહી રહ્યું છે તેનું સંશોધનમાં અત્યાર કેટલા દેશો પુરતા મર્યાદિત રહ્યાં હતા. પરંતુ હવે કરવામાં આવેલા વિશ્ર્વસ્તરના સંશોધનમાં વિશ્વના અનેકવિધ શહેરોની નદીઓમાં એન્ટીબાયોટીકની દવાઓનું પ્રમાણ ભયજનક સપાટી ઓળંગી ગયું હોવાનું પણ તારણમાં બહાર આવ્યું છે.
દુનિયાની અનેક દેશોની નદીઓમાં એન્ટીબાયોટીકની દવાઓનું પ્રમાણ સલામત સ્તરથી ૩૦૦ ગણુ વધુ પહોંચી ગયું છે. ટેમ્સ અને કેઝલ જેવી નદીઓ પર કરવામાં આવેલા અભ્યાસને લઈ બ્રિટનની યુનિવસિર્ટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં વધુ વપરાતી એન્ટીબાયોટીક દવાને લઈ દુનિયાના ૭૨ દેશોની નદીઓમાં કરવામાં આવેલા સંશોધનમાં એન્ટીબાયોટીક અંગે અત્યાર સુધી યુરોપ, ઉત્તર અમેરિકા અને ચીનમાં સંશોધનો થયા અને હવે વિશ્વમાં આ પ્રકારના સંશોધનો શરૂ કરવામાં આવ્યા છે.
લંડનની ટેમ્સ નદીમાં એક લીટર પાણીમાં ૨૩૩ ગ્રામ એન્ટીબાયોટીકનું પ્રમાણ જોવા મળ્યું હતું. આ પ્રમાણ બાંગ્લાદેશમાં ૧૭૦ ગણુ વધારે જોવા મળ્યું છે. આ અનુસંધાને ૭૧૧ નદીઓ અને જળ સ્ત્રોતોની તપાસ કરવામાં આવતા ૩૦૭માં એન્ટીબાયોટીકની દવા મળી જેના ઉપયોગથી લોકોને રોગ થવાના પણ ચીન્હો સામે આવ્યા છે.
આ વિષયે એશિયા અને આફ્રિકાની નદીઓના પરિસ્થિતિ અન્ય કરતા વધુ ખરાબ છે. જેમાં બાંગ્લાદેશ, કેન્યા, ઘાના અને પાકિસ્તાનની નદીઓના પણ સમાવેશ થાય છે. વિશ્વસમાજમાં નદીઓને સમાજની પૌષક જનેતાનું બિરુદ આપવામાં આવ્યું છે. નદીઓનું જળ પવિત્ર માનવામાં આવે છે ત્યારે નદીઓમાં જ ઝેરી પદાર્થો અને દવાઓના સંક્રમણથી હવે અમૃત ગણાતું નદીઓનું પાણી ઝેર બની ગયું છે.