બે દિવસમાં ૪૧ હોસ્પિટલોમાં ફાયર સેફટીનાં સાધનો અંગે ચેકિંગ
સુરતમાં આગ લાગવાની ઘટના બન્યા બાદ રાજય સરકારે આપેલા આદેશને પગલે ફાયર બ્રિગેડ શાખા દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ૪૧ ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સરદારનગર મેઈન રોડ પર આવેલી સેન્સીસ હોસ્પિટલમાં ફાયર સેફટીનાં સાધનો જોવા મળ્યા ન હતા. જોકે આશ્ર્ચર્યજનક રીતે મહાપાલિકા દ્વારા હોસ્પિટલને નોટિસ સુધા આપવામાં આવી નથી.
આજે ફાયર બ્રિગેડ શાખા દ્વારા હંસ હોસ્પિટલ, ન્યુ જાગનાથમાં વેલનેસ હોસ્પિટલ, જાગનાથ ખુણા પાસે હાર્મોની હોસ્પિટલ, ડો.વાજાણી હોસ્પિટલ, ૧૫૦ ફુટ રીંગ રોડ વિંગ્સ હોસ્પિટલ, વિદ્યાનગર મેઈન રોડ પર પુજા હોસ્પિટલ, જયુબેલી ચોકમાં પ્રભુકૃપા હોસ્પિટલ, શકિત કોલોનીમાં વેલકેર હોસ્પિટલ, જાગનાથ પ્લોટમાં ડો.નિશીથ ન્યુરોસર્જન હોસ્પિટલ, સરદારનગર મેઈન રોડ ચૈતન્ય ન્યુરોસર્જિકલ હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ, મોટી ટાંકી ચોકમાં વેદાંત હોસ્પિટલ, યુનિવર્સિટી રોડ બી.ટી.સવાણી હોસ્પિટલ, નિર્મલા રોડ પર નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ, કે.ટી.શેઠ ફિઝીયોથેરાપી હોસ્પિટલ, કાલાવડ રોડ પર સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ, ન્યુ જાગનાથ પ્લોટમાં જીવનધારા ઓર્થોપેડીક હોસ્પિટલ, એસ્ટ્રોન ચોકમાં આનંદ ફેકટર એન્ડ એકસીડેન્ટ હોસ્પિટલ, કણસાગરા હોસ્પિટલ અને કોઠારીયા રોડ પર જે.કે.પટેલ જનરલ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જયાં તમામ સ્થળોએ ફાયર સેફટીનાં સાધનો ઉપલબ્ધ હોવાનું માલુમ પડયું હતું જયારે સરદારનગર મેઈન રોડ પર આવેલી સેન્સીસ હોસ્પિટલમાં ફાયર સેફટીનાં સાધનો જોવા મળ્યા ન હતા અને કણસાગરા હોસ્પિટલમાં ટયુશન કલાસીસ ચાલતા હોવાનું માલુમ પડયું હતું.