યજમાનો માટે નામ નોંધણી શ‚: ૧૧૦૦ બ્રાહ્મણો દ્વારા સતત ૧૩ દિવસ સુધી દુર્ગા સપ્તશતીના ૭૦૦ શ્લોકોની એક લાખ ચંડીપાઠની પારાયણ થશે: મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારની સભા ફિલ્ડ માર્શલ કન્યા છાત્રાલય ખાતે મળી
૧૮મી શતાબ્દિ રજત જયંતી મહોત્સવ-૨૦૦૯ને દસ વર્ષ પૂર્ણ થતાં કરાશે ઉજવણી
વિશ્વના કડવા પાટીદારોના માદરે વતન નાભિકેન્દ્ર સમા ઉમાપુર ઉંઝામાં જગત જનની કુળદેવી ઉમિયા માતાજીનું અતિ-પૌરાણિક, સુપ્રસિધ્ધ, ઐતિહાસિક નિજ મંદિર આવેલું છે. ઉંઝાના આ મંદિરમાં દર વર્ષે લાખો ભાવિક ભક્તો ર્માં ઉમિયાના દિવ્ય દર્શન કરવા વિશ્વભરમાંથી પધારે છે. ર્માં ઉમિયા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
૧૮મી શતાબ્દી રજતજયંતી મહોત્સવ-૨૦૦૯ને દસ વર્ષ પૂર્ણ થતા હોઈ શ્રી ઉમિયા માતાજી પ્રત્યે ધાર્મિક શ્રદ્ધા, ભક્તિભાવ અને આસ્થામાં વધારો થાય તથા નવી પેઢી ધાર્મિક ભાવનાથી જોડાયેલી રહે તેવા શુભ આશયથી ઉમિયા માતાજી સંસ્થાન-ઉંઝા દ્વારા સમગ્ર ગુજરાતમાં ન થયો હોય તેવો પ્રથમ વખત ૧૦૮ યજ્ઞકુંડ તેમજ ૧૧૦૦ દૈનિક પાટલાના યજમાન સાથે દિવ્ય ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.
“ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞના ચંડીપાઠની શરૂઆત ૧૧૦૦ બ્રાહ્મણો દ્વારા સતત ૧૩ દિવસ સધી દુર્ગા સપ્તશતીના ૭૦૦ શ્લોકોની એક લાખ ચંડીપાઠની પારાયણ થશે. ત્યારબાદ તા.૧૮-૧૨-૨૦૧૯ થી તા.૨૨-૧૨-૨૦૧૯ સુધી પાંચ દિવસ માટે યજ્ઞ થશે જેમાં એક લાખ ચંડીપાઠના દશમાં ભાગના દસ હજાર પાઠની શાસ્ત્રોકત વિધિથી આહુતિ અપાશે. હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ ચારધામની યાત્રા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય તેવું પુણ્ય લક્ષચંડી મહાયજ્ઞના દિવ્ય દર્શનથી પ્રાપ્ત થાય છે.
“લક્ષચંડી યહાયજ્ઞના આયોજનના સંદર્ભમાં સૌરાષ્ટ્ર વિસ્તાર પૈકીની એક સભા પોપટભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ)ની પ્રેરણાથી ઉંઝા મંદિરના પ્રમુખ મણીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ફિલ્ડમાર્શલ ક્ધયા છાત્રાલય-રાજકોટ ખાતે મળી હતી. જેમાં મણીભાઈ પટેલ મહામંત્રી દિલીપભાઈ પટેલ (નેતાજી), ઉંઝા મંદિરના ઉપપ્રમુખ તથા સીદસર મંદિરના ટ્રસ્ટી ગટોરભાઈ પટેલ (બોટાદ), સંગઠન ચેરમેન પ્રવિણભાઈ પટેલ, કારોબારી સભ્ય ફુલજીભાઈ પટેલ (અમદાવાદ), ખેતશીભાઈ પટેલ (સુરેન્દ્રનગર), સંસ્થાના પ્રમુખ ચંદુભાઈ પી.પટેલ, સીદસર મંદિરના ટ્રસ્ટી તથા ઉંઝા મંદિરના કારોબારી સભ્ય પરસોત્તમભાઈ ફળદુ તથા રાજકોટના અધિક કલેકટર અને સીદસર મંદિરના મંત્રી જયેશભાઈ પટેલે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સ્વાગત પ્રવચન તથા સમગ્ર સભાનું સંચાલન સંસ્થાના કેમ્પસ ડાયરેકટર પ્રો.ડો.જે.એમ.પનારાએ કર્યું હતું.
આ સભામાં સીદસર મંદિરના ટ્રસ્ટી જીવણભાઈ ગોવાણી, કારોબારી સભ્ય મનિષભાઈ ચાંગેલા, પ્રો.ઉષાબેન હાંસલિયા, ગૌતમભાઈ ધમસાણિયા, અશોકભાઈ દલસાણીયા, કિશોરભાઈ ઘોડાસરા, સંજયભાઈ કનેરિયા, ગોરધનભાઈ કણસાગરા, હરેશભાઈ કલોલા, ધર્મેન્દ્રભાઈ ફળદુ, જગદીશભાઈ પરસાણીયા, સરોજબેન મારડીયા, વંદિતાબેન પટેલ, ભાવનાબેન રાજપરા, રેખાબેન ત્રાંબડીયા, પટેલ સેવા સમાજની મહિલા સંગઠન ટીમ, કંચનબેન મારડિયા, નયનાબેન ડાંગરેશિયા, પ્રવિણભાઈ ભુવા, સુરેશભાઈ ઓગણજા, મુકેશભાઈ મેરજા, ગીતાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
૧૦૮ પૈકી ૯૯ યજ્ઞકુંડના યજમાન તથા પાંચ દિવસ માટેના ૧૧૦૦ દૈનિક પાટલાના યજમાન ફિકસ રકમથી વહેલા તે પહેલાના ધોરણે નોંધવામાં આવશે. યજમાનોએ નામ નોંધાવવા માટે (મો.નં.૯૪૨૬૫ ૭૦૭૩૩ ૯૮૨૫૦ ૯૮૯૫૫) ઉપર સંપર્ક સાધવો.