પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના ૮૩માં જન્મદિને
ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના રાજકીય, સામાજીક, ધાર્મિક આગેવાનો અને દરેક રાજયના રાજવીઓની હાજરીમાં દરબારી ડાયરાની આખી રાત મોજ: જરૂરીયાત મંદ દિકરીઓને આર્થિક મદદ: સન્માન
અબતક ચેનલ તેમજ ડિજિટલના માઘ્યમ યુ–ટયુબ અને ફેસબુક ઉપર આ ડાયરાની બે લાખથી વધુ લોકોએ મોજ માણી હતી
પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સેનાના પ્રભારી એકલમલના સૌરાષ્ટ્રના સિંહ સમા મહિપતસિંહ જાડેજાના ૮૩માં જન્મદિને રીબડા મુકામે ગત રાત્રીના ‘મરસીયાનીમોજ’જીવતા જગતીયા સમ અને દરબારી ડાયરો યોજાયો હતો.ક્ષત્રિય સેનાના પ્રમુખ મહિપતસિંહ ભાવુભા જાડેજાના ૮૩માં જન્મ દિવસને અનોખી રીતે ઉજવવા તેમના પરિજનો દ્વારા નોખો-અનોખો કાર્યક્રમ આયોજીત કરાયો હતો જેનો બે લાખથી વધુ લોકોએ ઉ૫સ્થિત રહી માણ્યો હતો.
તા.ર૪ને શુક્રવારની રાત્રીના રીબડા મુકામે યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહીતના રાજકીય, સામાજીક, ધાર્મિક આગેવાનો, સંતો-મહંતો અને સ્ટેટના રાજવીઓ ઉ૫સ્થિત રહ્યા હતાં.સુરતની ધટનામાં માર્યા ગયેલા છાત્રોને મૌન પાળી શ્રઘ્ધાં સુમન અપાયાં હતા. મરસીયાની મોજ દરબારી ડાયરામાં પદમશ્રી કવિરાજ ભીખુદાન ગઢવી, કવિરાજ હમીરદાઢ ગઢવી, કવિરાજ રાજભા ગઢવી, હરેશદાન શુરૂ, અનુભા ગઢવી, શંકરદાન ગઢવી, જીતુદાન દાનબાપુ ગઢવી, કવિ ઘનશ્યામદાન, બ્રિજરાજદાન ઇશરદાન ગઢવી, ગોવિંદભાઇ પાલીયાએ આખી રાત ડાયરામાં મોજ કરાવી હતી. જેનો બે લાખ જેટલા લોકોએ લાભ લીધો હતો. અને ડાયરામાં વિવિધ દાન માટે અને કલાકારો ઉપર રૂપિયાનો વરસાદ થયો હતો.
રીબડા ગામના ક્ષત્રિય સમાજની તથા અન્ય અપરણિત ૧૧૧ દિકરીઓને ક્ધયાદાનના રુપમાં ભેટ આપવાનો પણ કાર્યક્રમ યોજાયો હતો. ગામના જરુરીયાત મંદ લોકોને બાપુ તરફથી મદદરુપી દાન, બ્રાહ્મણ, તરગારા, ભરવાડ, વાળંદ, હરિજન-દલિત, વાલ્મીકી સમાજના અસંખય લોકોને આ અવસરે આર્થિક મદદ કરાઇ હતી.પધારેલ મહેમાનોએ બાપુની મુલાકાત કરી શુભ કામનાઓ પાઠવી હતી. પરિવારના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
મહિપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ન કરી નિર્ભયતા એજ મારૂ જીવન સૂત્ર છે. સંઘર્ષ એજ મારૂ કરેલ નથી. અન્યાય સામે લડયો છું કોઇથી ડર્યો નથી. મર્દાનગીરી જીવ્યો છુ અને મર્દાનગીરી મરવું છે. ૮ર વર્ષ વટાવી ચુકયો છું જીવનને માણ્યું છે અને મોતને મળીને પણ જોઇ લઇશ પણ એ પહેલા રણબંકા શુરા હમીરજી ગોહિલની જેમ મારે મારા મરસીયા સાંભળવાની અનેરી લ્હેર લેવી છે. છેલ્લી વાર તમને બધાને મળી લેવું છે. ખાસ મારા પુત્ર પરિવારને તથા મારા સમાજના યુવાનોને હૈયામાં રમતી કુળ પરંપરાની બે વાતો કહેવી છે સમગ્ર ગુજરાતના ક્ષત્રીય યુવાનોને મારે બે શબ્દો કહેવાની ઇચ્છા છે. અબતક ચેનલ તેમજ ડીઝીટલના માઘ્યમ યુ-ટયુબ અને ફેસબુક ઉપર આ કાર્યક્રમ ડાયરાની બે લાખથી વધુ લોકોએ મોજ માણી હતી.