બોટાદ જિલ્લાનું ૮૪.૪૩ ટકા સૌથી વધુ પરિણામ જૂનાગઢનું ૫૫.૩૨ ટકા નીચું પરિણામ: રાજકોટમાં એ–વનમાં સૌથી વધુ ૧૨૯ છાત્રો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૯માં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું રાજયનું ૭૩.૨૭ ટકા પરિણામ આવ્યું છે. જયારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનું ૭૭.૦૩ ટકા ઉજજવળ પરિણામ આવ્યું છે. સૌરાષ્ટ્રમાં બોટાદ જિલ્લો ૮૪.૪૩ ટકા સાથે અવ્વલ રહ્યો છે. જયારે જુનાગઢનું ૫૫.૩૨ ટકા નીચું પરીણામ રહ્યું છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટનું ૭૯.૫૯ શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે.
બીજી બાજુ વાત કરીએ તો અમરેલી જિલ્લાનું ૬૯.૯૬ ટકા પરિણામ જેમાં એ-વન ગ્રેડ ૫ વિદ્યાર્થીઓને અને એ-ટુ ગ્રેડ ૧૯૩ વિદ્યાર્થીઓએ મેળવ્યો છે. જામનગરનું ૮૦.૩૭ ટકા પરિણામ જેમાં એ-વન ગ્રેડ ૨૧ અને એ-ટુ ગ્રેડ ૩૧૮ વિદ્યાર્થીઓએ મેળવ્યો છે. જુનાગઢનું ૫૫.૩૨ ટકા પરિણામ જેમાં એ-વન ગ્રેડ ૧૧ અને એ-ટુ ગ્રેડ ૨૬૦ વિદ્યાર્થીઓએ મેળવ્યો છે. ભાવનગરનું ૮૧.૦૪ ટકા પરિણામ જેમાં ૩૩ છાત્રોએ એ-વન ગ્રેડ અને ૬૨૧ છાત્રોએ એ-ટુ ગ્રેડ મેળવ્યો છે. રાજકોટનું ૭૯.૫૬ ટકા પરિણામ જેમાં ૧૨૯ છાત્રોએ એ-વન ગ્રેડ અને ૧૩૯૧ છાત્રોએ એ-ટુ ગ્રેડ મેળવ્યો છે.
સુરેન્દ્રનગરનું ૮૦.૨૨ ટકા પરિણામ જેમાં ૧૧ છાત્રોએ એ-વન ગ્રેડ અને ૨૫૩ છાત્રોએ એ-ટુ ગ્રેડ મેળવ્યો છે. પોરબંદરનું ૭૪.૫૩ ટકા પરિણામ જેમાં ૪ છાત્રોએ એ-વન ગ્રેડ અને ૯૬ છાત્રોએ એ-ટુ ગ્રેડ મેળવ્યો છે. બોટાદનું ૮૪.૪૩ ટકા પરિણામ જેમાં ૬ છાત્રોએ એ-વન ગ્રેડ અને ૧૬૫ છાત્રોએ એ-ટુ ગ્રેડ મેળવ્યા છે. દેવભૂમિ દ્વારકાનું ૭૯.૧૯ ટકા પરિણામ જેમાં ૩ છાત્રોએ એ-વન ગ્રેડ અને ૮૨ છાત્રોએ એ-ટુ ગ્રેડ મેળવ્યો છે. ગીર સોમનાથનું ૭૮.૬૬ ટકા પરિણામ જેમાં ૭ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ અને ૨૨૪ વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ મેળવ્યો છે. મોરબીનું ૮૪.૧૧ ટકા પરિણામ જેમાં ૧૦ છાત્રોએ એ-વન ગ્રેડ અને ૨૭૬ છાત્રોએ એ-ટુ ગ્રેડ મેળવ્યો છે.