૯૬ ટકા જેટલા ગ્રહો પૃથ્વી કરતા વિશાળ હોવાનું સંશોધનમાંથયું પુરવાર
વૈજ્ઞાનિકો દ્વારા શૌર મંડળની બહાર પૃથ્વી જેવા ૧૮ ગ્રહોને શોધી કાઢયા છે જેમાં અનેકવિધ ગ્રહો નાના હોવાનું પણ સામે આવ્યું છે અને તેમાં માનવ સૃષ્ટિનો વસવાટ હોય શકે તેવું પણ અત્યારના પ્રારંભીક તારણમાં બહાર આવ્યું છે. પહેલા કરવામાં આવેલા સર્વેમાં જે ગ્રહો શોધવામાં આવ્યા હતા તેની સરખામણીમાં હાલ જે નવા ૧૮ ગ્રહો શોધાયા છે તેની તુલનામાં નાના હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
મેકસ પ્લેન્ક ઈન્સ્ટિટયુટ ફોર સોલાર સીસ્ટમ રીસર્ચ કે જે જર્મનીમાં કાર્યરત છે તેને આ અંગેનો અહેવાલ બહાર પાડયો છે. નવી પધ્ધતિની શોધ કરતા તેઓએ જણાવ્યું હતું કે, ૧૦૦થી વધુ એકસ્પ્લોનેટસને શોધી કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૦૦૦થી પણ વધુ ગ્રહોને વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવ્યા છે કે જે શૌર મંડળની બહાર વસેલા છે. આ તમામ એકસ્પ્લોનેટની વાત કરવામાં આવે તો ૯૬ ટકા જેટલા ગ્રહો પૃથ્વી કરતા પણ અનેકગણા મોટા હોવાનું પણ તારણમાં બહાર આવ્યું છે.
જેમાં અમુક ગ્રહો તો નેપચ્યુન અને જયુપીટર જેવા ગ્રહો કે જે ગેસથી બનેલા છે તેના જેવા હોવાનું પણ સામે આવ્યું છે. આંકડાઓ કે જે સંશોધનમાં બહાર આવ્યા છે તે નકકર હોવાનું પણ હાલ આવતું નથી. ત્યારે મોટા ગ્રહોની સરખામણીમાં નાના ગ્રહોને શોધવા માટે અનેકવિધ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. હાલ જે ૧૮ ગ્રહો શોધવામાં આવ્યા છે.
તે પૃથ્વીના કદ જેટલા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે અને ૧૮માંનુ એક માત્ર સૌથી નાનો ગ્રહ છે તે પૃથ્વી કરતા ૬૯ ટકા નાનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જે ગ્રહોને વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવી રહ્યાં છે તેનું ટેમ્પરેચર ૧૦૦ ડિગ્રી સેલ્સીયસ પણ રહેવા પામતું હોય છે જયારે અનેક ગ્રહોનું ૧૦૦૦ ડિગ્રી સેલ્સીયસ ડિગ્રીનું પણ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.