કામ પૂરું થવામાં વિલંબ થતા તંત્રએ પેમેન્ટ અટકાવતા કોન્ટ્રાકટરે અપીલ કરી હતી
રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા ગવર્નમેન્ટ કોન્ટ્રાકટરની લેણી રકમના નાણાં ચૂકવવા બાબતની દરખાસ્તમાં આરએમસી દ્વારા લેણી રકમ કોર્ટમાં જમા કરાવવામાં આવેલી છે. શહેર મહાકાલીકામાંથી ટેન્ડર દ્વારા અંશ ઈન્ફ્રાસ્ટ્રકચરે કોન્ટ્રાકટ મેળવ્યા બાદ કોઈ કારણોસર કામ પૂરૂ થવામાં વિલંબ થતા આર.એમ.સી. દ્વારા લેણી રકમ કોન્ટ્રાકટરને આપવામા આવેલી ન હતુ જેથી તેઓ દ્વારા કોન્ટ્રાકટની શરતો મુજબ આર્બિટ્રેશન ટ્રીબ્યુનલમાં અરજી કરેલી હતી આર્બિટ્રેશન ટ્રીબ્યુનલ દ્વારા કોન્ટ્રાકટર અંશે ઈન્ફ્રાસ્ટ્રકચરને એવોર્ડ મુજબની રકમ અરજીની તા.થી ૧૦% વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરવામાં આવેલો બાદ પણ આર.એમ.સી. દ્વારા સદર નાણા ભરપાઈ ન કરાતા ડીસ્ટ્રીકટ કોર્ટમાં એવોર્ડ મુજબના નાણાં ભરપાઈ કરવા બાબતની દરખાસ્ત કરવામાં આવેલી.
ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા સદર દરખાસ્તમાં આરએમસી દ્વારા રજૂ થયેલા વાંધા નામંજૂર કરવામાં આવતા દરખાસ્ત મુજબની રકમ ભરપાઈ કરવા અંગે આર.એમ.સી.ને નોટીસ કરવામાં આવેલી હતી જેની સામે આર.એમ.સી.દ્વારા હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવેલી જેનો નિર્ણય પણ હાલના દરખાસ્તદારની તરફેણમાં આવતા આર.એમ.સી. દ્વારા એવોર્ડ મુજબની રકમ અરજીની તારીખથી ૧૦% વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યો છે. આ કેસમાં અંશ ઈન્ફ્રાસ્ટ્રકચર વતી રાજકોટના ધારાશાસ્ત્રી મેઘાવી ગજજર રોકાયેલ હતા.